સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી
સુરત :
શહેરીજનોની આજે આતૂરતાનો અંત થયો છે. મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. પ્રથમ બોર્ડની બેઠક મહાપાલિકા દ્વારા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજી છે. તેમાં અધ્યક્ષ સ્થાને કમિશનર છે. જેમાં પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા છે.
પાર્લામેન્ટરી બોર્ડમાં જો અને તો પર અંતિમ ચર્ચાઓ ચાલી હતી તેમાં જો સૌરાષ્ટ્રીયન મેયર બને તો સ્ટેન્ડીંગ સુરતીને તેમ સુરતી મેયર બને તો સૌરાષ્ટ્રીયનને સ્ટેન્ડિંગ ચેરમેન પદ આપવાનું અને અન્ય પરપ્રાંતિય સમાજ, મરાઠીઓને ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, દંડક ના સ્થાન ફાળવવાની ગણતરી કરવામાં આવી હતી. જોકે, પાર્લામેન્ટરી બોર્ડ બેઠક બાદ અંતિમ નિર્ણય તો સીએમ અને પ્રદેશ અધ્યક્ષે જ લીધો છે.
ચર્ચાતા નામોમાં હેમાલી બોઘાવાલા, દર્શિની કોઠિયાના નામો અગ્ર ક્રમે હતા. પરંતુ પાટિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવા નિયમો જે રીતે ભાજપ પક્ષમાં અમલમાં મુકાયા તે રીતે સુરત મહાપાલિકામાં પણ સ્કાયલેબ જ આવે તેવી શક્યતા પ્રબળ હતી. સ્ટેન્ડિંગ ચેરમેનમાં અગાઉ ચેમ્બરના પ્રમુખ રહી ચુકેલા પરેશ પટેલ, રાકેશ માળી, દિનેશ જોધાણી સહિતના નામોની ચર્ચા છે. ડે.મેયર અને શાસક પક્ષ નેતામાં સોમનાથ મરાઠે, અમીત રાજપૂત, સુધા પાંડે ક્યાં તો નવા જ યુવા ચહેરાને આ પદ માટે તક આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.