પોલીસ ભરતી બોર્ડ દ્વારા psi સહિત કુલ ૧૩૮૨ ની ભરતી કરાશે.
ગાંધીનગર :
લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરવામાં આવી છે.
જો કે પરીક્ષા અંગે જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં એક સૌથી મોટી અવઢવ છે કે, પીએસઆઇની પરીક્ષામાં સૌ પ્રથમ રનિંગ (5 કિલોમીટરની દોડ) કરવામાં આવશે તે બાદ પ્રાથમિક કસોટીનું આયોજન થશે કે પહેલા પ્રાથમિક કસોટી અને ત્યાર બાદ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે.
હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ)18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) 659, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) 324 આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓને સૌથી વધારે મુંઝવી રહેલા સવાલનો જવાબ આ રહ્યો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહિલા અને પુરૂષ પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે 98 પદ છે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા સૌપ્રથમ રનિંગનું (દોડ) એટલે કે ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરાવવામાં આવશે. ત્યાર બાદ પ્રાથમિક કસોટી, ત્યાર બાદ મુખ્ય કસોટી અને ત્યાર બાદ મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ લગતી કામગીરીઓ કરવામાં આવશે.