રાષ્ટ્રીય

સોનાના ભાવ ગબડી રૂ.46000ની અંદર : ચાંદીમાં રૂ.1000નું ગાબડું

મુંબઈ :

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે  કિંમતી ધાતુઓના ભાવ વધતા અટકી  ફરી ઝડપી ગબડયા હતા.  વિશ્વ બજારના  સમાચાર ઉછાળે  વેચવાલી બતાવતા હતા.   વિશ્વ બજાર ગબડતાં  ઘરઆંગણે  કિંમતી ધાતુઓની  આયાત પડતર  નીચી  આવતાં દેશના  ઝવેરી બજારમાં આજે ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા  ઓછા રહ્યા હતા.

અમદાવાદ  ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ ગબડી ૯૯.૫૦ના ભાવ રૂ.૪૫૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૬૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ  આજે કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૬૭૦૦૦ બોલાયા હતા.

મુંબઈ કરન્સી  બજારમાં  આજે રૂપિયા સામે  ડોલરના  ભાવ નીચામાં  રૂ.૭૨.૬૩  તથા ઉંચામાં  રૂ.૭૨.૮૪ થઈ છેલ્લે   બંધ ભાવ રૂ.૭૨.૭૯  આવતાં  ડોલરના ભાવમાં  ૧૩ પૈસાનો  ઘટાડો નોંધાયો હતો.  બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે  ૪૫ પૈસા ઘટી  રૂ.૧૦૧.૨૬થી ૧૦૧.૨૭ તથા યુરોના બે પૈસા ઘટી  રૂ.૮૬.૭૪થી ૮૬.૭૫  રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ  ઔંશના ૧૭૩૬થી ૧૭૩૭ ડોલરથી ઝડપી   ગબડી નીચામાં  ૧૭૦૦ ડોલર  નજીક જતા   રહ્યા પછી   સાંજે  ૧૭૦૪થી ૧૭૦૫ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.   સોના પાછળ ચાંદીના ભાવ પણ વિશ્વ બજારમાં  ઔંશના  ૨૬.૨૬થી ૨૬.૨૭  ડોલરવાળા આજે  સાંજે ૨૫.૫૪થી  ૨૫.૫૫ ડોલર રહ્યાના નિર્દેશો  હતા.

પ્લેટીનમના વૈશ્વિક ભાવ  જે વધી  ૧૨૦૦ ડોલર વટાવી  ૧૨૧૭થી ૧૨૧૮  ડોલર બોલાયા હતા તે   આજે ગબડી  ૧૨૦૦ ડોલરની અંદરઉતરી સાંજે  ૧૧૮૬થી ૧૧૮૭ ડોલર રહ્યાના  સમાચાર હતા.   પેલેડીયમના ભાવ જોકે  ૨૩૪૦થી ૨૩૪૧ ડોલરવાળા  વધુવધી  આજે સાંજે  ૨૩૪૪થી ૨૩૪૫ ડોલર બોલાઈ રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે  વિવિધ  કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ  ઘટયા ભાવથી  ઉંચકાતા તથા  સરકારી બોન્ડ અને ટ્રેઝરીમાં  યીલ્ડવળતર વધતાં વિશ્વ  બજારમાં  આજે સોનામાં વધ્યા મથાળે ફંડોની વ્યાપક વેચવાલી નિકળી હતી. મુંબઈ ઝવેરી  બજારમાં  આજે  સોનાના ભાવ જીએસટી  વગર ૯૯.૫૦ના રૂ.૪૪૯૦૦ વાળા રૂ.૪૪૧૫૪  બંધ રહ્યા હતા જ્યારે   ૯૯.૯૦ના ભાવ રૂ.૪૫૧૦૦ વાળા રૂ.૪૪૩૩૨ બંધ રહ્યા હતા.  તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ  આજે જીએસટી વગર કિલોના  રૂ.૬૭૩૦૦ વાળા રૂ.૬૫૮૪૧ બંધ રહ્યા હતા જ્યારે  જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા  રહ્યા હતા.   મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે  જાપાનની કરન્સી યેનના  ભાવ  પણ ૦.૭૦થી ૦.૭૫  ટકા  નીચા બોલાઈ રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x