રાષ્ટ્રીય

દેશમાં 15 દિવસમાં 3 લાખ નવા દર્દીઓ નોંધાયા, 1700 લોકોના મોત થયા

દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. સોમવારે, 24,437 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 20,186 સ્વસ્થ થયા અને 130 લોકો મૃત્યુ પામ્યા. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં 4,104નો વધારો થયો છે. આ મહિને 15 દિવસમાં 2 લાખ 97 હજાર 539 નવા દર્દીઓ મળી આવ્યા છે. 2 લાખ 41 હજાર 63 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1,698 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 14 લાખ 9 હજાર 595 લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 10 લાખ 25 હજાર 631 લોકો સાજા થયા છે. 1 લાખ 58 હજાર 892 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 લાખ 20 હજાર 401 લોકો સારવાર હેઠળ છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મુખ્યપ્રધાનો સાથે રાજ્યોમાં કોરોનામાથી બનેલી સ્થિતિ અને વેક્સિનેશન અંગે વાત કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. આ દરમિયાન, કેટલાક રાજ્યોમાં વધતા સંક્રમણ પછી કેન્દ્ર સરકારે વેક્સિનેશનની કવાયત ઝડપી બનાવી છે.
મહારાષ્ટ્ર સરકારે સોમવારે મોડી સાંજે 31 માર્ચ સુધી નવા પ્રતિબંધો લાવ્યા છે. આ અંતર્ગત સિનેમા હોલ, શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ 50% ક્ષમતા સાથે ખોલવામાં આવશે. અહીં માસ્ક વિના લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે. લગ્નમાં ફક્ત 50 લોકોને જ સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે. વધુ લોકોને મળવા પર ડિઝાસ્ટર એક્ટ હેઠળ આયોજક સામે કાર્યવાહી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x