ગુજરાત

સુરતમાં કોરોનાનો બોમ્બ ફાટતા સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીની AIIMSની ટીમ આવી પહોંચી

સુરતઃ
કોરોનાના વધતા જતા કેસને કારણે સુરતની સ્થિતિ દિવસેને દિવસે બગડી જઈ રહી છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની આજે સુરત આવી પહોંચી હતી.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો રાફડો ફાટયો છે અને ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સુરતમાં સારવારની જરૂર પડે જેવા કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે.
સુરતની સ્થિતિ સ્ફોટક બનતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ચિંતિત થઈ છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની ટીમ આજે સુરત મહાનગરપાલિકામાં આવી પહોંચી છે.
પાલિકાના સ્મેક સેન્ટરમાં પાલિકા કમિશનર તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ આ ટીમ સિવિલ હોસ્પિટલ પણ જશે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે AIIMS નાં 12 અધિકારીઓની ટીમ સુરતની મુલાકાત લઈને પોતાનો પ્રતિભાવ આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x