ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા કાલે થશેે નિર્ણય
ગાંધીનગર:
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો આવતી કાલે ચુંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે. ખાસ સુત્રો નો જણાવ્યા મુજબ આવતી કાલે બપોરે ૧:૦૦ વાગે અથવા સાંજે ૪:૦૦ વાગે આ અંગેની જાહેરાત ચુંટણી પંચ દ્વારા કરવા મા આવશ.
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ કોરોના સંક્રમણ વધતા ચૂંટણીને મોકૂફ રાખવા ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધીનગર મનપાની ચૂંટણીને મોકૂફ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ ના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચ ને કરી છે.
મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજરત રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.