ગુજરાતમાં થશેે લોકડાઉન કે કડક નિયંત્રણો લદાશે ? સરકાર વિરૂદ્ધ હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ.
ગાંધીનગર :
સમગ્ર ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટયો છે. રાજયમાં કોરોના નાં કેસો અને મોતનો આંકડો દરરોજ ઓલ ટાઈમ હાઈ બનાવે છે. ત્યારે રાજ્યમા છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓને સારવાર લેવા માટે હોસ્પિટલોમાં બેડ મળતા નથી. રાજયમાં હોસ્પિટલો માં ઓકિસજન ખૂટી પડ્યું છે. રેમેડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને સ્થિતિ કાબૂ બહાર હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરી રાજ્ય સરકાર વિરુદ્ધ સુઓમોટો અરજી દાખલ કરી છે અને આવતી કાલે સવારે 11 વાગે તત્કાળ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં સ્મશાન ગૃહોની સ્થિતિ, હોસ્પિટલમાં બેડની અછત, ઈન્જેક્શનની ઘટ વગેરે જેવા મુદ્દાઓ પર સુનાવણી યોજાશે. સાથે કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાના આદેશ કર્યા છે. સાથે હાઈકોર્ટે કોવિડ-19 માટેના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સમગ્ર અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની વડપણવાળી બેચ સુનવણી પણ કરશે. તો રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું કોર્ટે તારણ કાઢ્યું છે. ત્યારે રાજયમાં લોકડાઉન થશેે ની સર્ચાએ ભારે જોર પકડ્યું છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર ને કોરોના મામલે વધુ કડક નિયંત્રણો લાદી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.