નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ અંદાજે વીસેક ટકા
કોરોનાના નવા મ્યુટેન સ્ટ્રેઇનમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તેમાંય નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ અંદાજે વીસેક ટકા જેટલું રહ્યું છે. જોકે જિલ્લામાં છેલ્લા દોઢ માસમાં શાળા-કોલેજના 270 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના નાબુદ થવાને બદલે તેના નવા સ્ટ્રેઇન સામે આવી રહ્યા છે. પહેલાં વડીલો વધુ સંક્રમિત થતા હોવાથી તેઓને ઘરની બહાર નહી નિકળવાની સલાહ આપવામાં આવતી હતી. જોકે કોરોનાના નવા મ્યુટેન સ્ટ્રેઇનમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો.સીમાબેને જણાવ્યું છે કે કોરોનાની નવી લહેરમાં નાના બાળકોમાં તેનું પ્રમાણ 15થી 20 ટકા જેટલું વધારે હોવાનું અનુમાન છે. જોકે કોરોનાના પ્રથમ વેવમાં બાળકો સંક્રમિત ઓછા થતાં હતા. િસવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં હાલમાં કોઇ બાળક કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યો નથી.
બાળકો એસિમટોમેટિક હોવાથી હોમઆઇસોલેશન સારવાર અપાય છે
કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોમાં તેના કોઇ જ લક્ષણો જોવા મળતા નથી. આથી હોમ આઇસોલેશન કરીને સારવાર કરાય છે. બાળકો માટે હજુ કોરોનાની વેક્સિન શોધાઇ નહી હોવાથી માતા પિતા અને ઘરના સભ્યોએ નવા સ્ટ્રેઇનમાં બાળકોની વિશેષ કાળજી જરૂરી છે.
બાળકોને બચાવવા આટલું કરો
- પરિવારના સભ્યને શરદી-ખાંસી કે તાવની બિમારી હોય તો બાળકને દુર રાખવું જોઇએ.
- મેળાવડા, નાની-મોટી ખરીદી કરવા જતી વખતે કે કામ સિવાય બાળકને ઘરની બહાર લઇ જવું નહી.
- બાળકોને હાલમાં બહારનું ખાવાનું તેમજ દુકાનમાં મળતા પડિકા લઇ આપવા નહી.
- બાળકોને વિટામીન-સી યુક્ત અને ઘરમાં બનાવેલો પૌષ્ટીક ખોરાક આપવો.
હાઇરિસ્ક બાળકોની વિશેષ કાળજી જરૂરી
જે બાળકોને થેલેસેમિયા, કિડની, હૃદય, એનિમિયા, કુપોષણની બિમારીથી પિડાતા બાળકોને હાઇરિસ્કમાં ગણવામાં આવતા હોવાથી તેમની વિશેષ કાળજી રાખવી જોઇએ તેમ સિવિલ હોસ્પિટલના ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો.સીમાબેને જણાવ્યું છે.