રાજ્યમાં 6690 કોરોના કેસ, 67 દર્દીઓના મૃત્યુ, જ્યારે 2748 સાજા થયા
રાજ્યમાં આજે 13 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ, 10 એપ્રિલે 5011, 11 એપ્રિલે 5469 કેસ, 12 એપ્રિલે 6021 કેસ આવ્યા બાદ આજે 13 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ, એક્ટીવ કેસ અને મૃત્યુ નોંધાયા છે.
6690 કેસ, 67 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 13 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 6690 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 23, સુરતમાં 25 (3 મૃત્યુ જિલ્લામાં),રાજકોટમાં 7 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, આણંદ- ભરૂચ- છોટાઉદેપુર- સાબરકાંઠા- ગાંધીનગર- જુનાગઢમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,922 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,60,206 થઇ છે.
2748 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 13 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2748 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,20,729 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 89.04 ટકા થયો છે.