દેશમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લાદવા અંગે શુ કહ્યું નાણાં પ્રધાન નિર્મલા સીતારામને, જાણો વધુ વિગતો
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સ્પષ્ટ કર્યું કે સરકાર મોટા પાયે ‘લોકડાઉન’ (Lockdown) લાદશે નહીં અને રોગચાળાને રોકવા માટે ફક્ત સ્થાનિક સ્તરે નિયંત્રણના પગલાં લેવામાં આવશે. દેશમાં કોરોના વાયરસના વધતા જતા મામલા વચ્ચે તેમણે આ કહ્યું હતું. વર્લ્ડ બેંક ગ્રુપના અધ્યક્ષ ડેવિડ માલપસ સાથે ”ઓનલાઇન’ મીટિંગમાં સીતારામણે ભારતને વિકાસ માટે વધુ ધિરાણનો વ્યાપ વધારવાની વર્લ્ડ બેંકની પહેલની પ્રશંસા કરી હતી.
નાણાં મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે કે નાણા પ્રધાન પાસે કોરોના વાયરસ રોગચાળાના ફેલાવાને રોકવા માટે પાંચ-મુદ્દાની વ્યૂહરચના છે – કોવીડ -19 (COVID-19) તપાસ, હકીકત જાણવી, સારવાર, રસી અને અટકાવવા માટે યોગ્ય ઉપચાર સહિત ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં જારી કર્યા હતા.