રાષ્ટ્રીય

દેશમાં આજે 2.16 લાખ નવા કેસ નોંધાયા અને 1182 દર્દીનાં મોત

ખૂબ જ ખરાબ સમાચાર છે. દેશમાં કોરોનાવાયરસથી પરિસ્થિતિને સતત ખરાબ થતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 2 લાખ 16 હજાર 642 કેસ નોંધાયા છે. ગયા વર્ષે સંક્રમણની શરૂઆતથી અત્યારસુધીમાં આ આંકડો એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો છે. આ દરમિયાન 1 લાખ 17 હજાર 825 લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે 1182 દર્દીનાં મોત થયાં હતાં.

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 15 લાખને પાર થઈ ગઈ છે. હવે અહીં 15 લાખ 63 હજાર 588 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આના દ્વારા તમે દેશમાં કોરોનાના કહેરનું અનુમાન પણ લગાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે વિશ્વના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતનાં 15 શહેરોનો સમાવેશ થાય છે. પુણે આ યાદીમાં ટોપ પર છે, જ્યારે મુંબઈ બીજા નંબરે છે. સ્થિતિ એવી એ છે કે દેશના 120 જેટલા જિલ્લાઓમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત પડી રહી છે.

ગુરુવારે દેશમાં સૌથી વધુ 61,695 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બીજા નંબરે રહ્યું. અહીં 22,339 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. દિલ્હીમાં 16,699, છત્તીસગઢમાં 15,256, કર્ણાટકમાં 14,738 અને મધ્યપ્રદેશમાં 10,166 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં કોરોના મહામારી આંકડામાં
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.16 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1,182
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.17 લાખ
અત્યારસુધીમાં કુલ સંક્રમિત થયા: 1.42 કરોડ
અત્યારસુધી સાજા થયા: 1.25 કરોડ
અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 1.74 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 15.63 લાખ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x