હવે આવશે નવા EVM : નહીં થઇ શકે કોઇ ગડબડ
યૂપી ચૂંટણી પછી ઇલેકટ્રોનીક વોટિંગ મશીનો ઇવીએમ ને લઇને સતત લાગી રહેલા છેડછાડના આરોપને લઇને ચૂંટણી પંચ નવી જનરેશનના ઇવીએમ ખરીદવાનું વિચારી રહી છે. નવા ઇવીએમ એમ-3 ટાઇપ ઇવીએમ માં વર્તમાન માં ઉપયોગ માં લેનારી ઇવીએમ ની સરખામણીમાં ઘણા નવી ફીચરસ હશે. તેનું પોતાનું સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ હશે. જે ખાસ બનાવાયું છે. નવા ઇવીએમ એક ખાસ પ્રકારની મયૂચ્યુલ ઓથેંટિકેશન સિસ્ટમ ઉપર આધારીત પબ્લિક ઇન્ટરફેસ રહિત હશે. ચૂંટણી પંચે એમ3 ટાઇપ ઇવીએમ ની જાણકારી આપી હતી. આયોગ દ્વારા જાણકારી અનુસાર નવા ઇવીએમ એવા પ્રકારની હશે કે જેમાં કોઇપણ પ્રકારની છેડછાડ સંભવ નહીં બની શકે. નવા ઇવીએમ ખરીદવા માટે 1.940 કરોડ રુપિયા ખર્ચ આવી શકે છે. 2018 સુધી ચૂંટણી આયોગ આ નવા મશીનોની વ્યવસ્થા કરી લેશે.