દિલ્હીમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું : CM કેજરીવાલે કરી જાહેરાત
નવી દિલ્હી :
સતત વધી રહેલા કોરોનાના કેસોના પગલે દિલ્હીમાં 3 મે સુધી લોકાડાઉન વધારવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. શનિવારે અહીં રેકોર્ડ 3 લાખ 48 હજાર 979 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી એક જ દિવસમાં નોંધાયેલ કેસનો આ આંકડો સૌથી મોટો આંક છે. આ સતત ચોથો દિવસ હતો જ્યારે દેશમાં 3 લાખથી વધુ પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ દરમિયાન 2 લાખ 15 હજાર 803 લોકો સાજા પણ થયા હતા.
જ્યારે, મૃત્યુના આંકડાઓની વાત કરીએ તો ગઇકાલે દેશમાં કોરોનાને કારણે 2761 લોકોનાં મોત થયાં હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જ્યાં 676 લોકો મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં પણ 357 લોકોનાં મોત થયાં હતા.