કોરોના મહામારીને લઇ AMCનો મહત્વનો નિર્ણય, 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને AMC ક્વોટામાં દાખલ કરાશે
અમદાવાદ :
અમદાવાદમાં હવેથી હોસ્પિટલો બહારની 108 એમ્બ્યુલન્સની લાઈનો ઘટી જશે. હાઈકોર્ટની ઝાટકણી બાદ AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં અવ્યો છે અને 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમીટ કરાશે્. અત્યાર સુધી 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને એડમીટ કરાતા હતા.
1. અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે 108થી દાખલ થવાનો નિર્ણય પરત ખેંચાયો, તમામ હોસ્પિટલોએ કોવિડ દર્દી કોઈ પણ રીતે આવે તેને સારવાર આપવાની રહેશે, જેમાં ખાનગી હોસ્પિટલો અને AMCની હદમાં આવતી તમામ સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે પછી એ ડેઝિગ્નેટેડ હોય કે ના હોય.
2. તમામ ખાનગી કોવિડ હોસ્પિટલમાં 75% બેડ કોવિડ સારવાર માટે આપવાના રહેશે અને અન્ય દર્દીઓ માટે 25% બેડ ખાલી રહેશે, જેથી શહેરમાં 1000 નવા બેડ ઉપલબ્ધ થશે.
3. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થવા માટે આધાર કાર્ડ જરૂરી હોવાના નિર્ણયને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવ્યો
4. કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં AMC ક્વોટામાં દાખલ થવા માટે 108 સેવા કે 108 કંટ્રોલ રૂમના રેફરેન્સની જરૂરિયાતને પણ હટાવી દેવામાં આવી
5. AMCએ શહેરની તમામ હોસ્પિટલોને દર્દીને OPD/Triageની સુવિધા આપવા માટે દિશાનિર્દેશ આપ્યા
6. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોને સ્ટેટ પોર્ટલ વડે દર્દીઓ અને સંસાધનોની લાઇવ માહિતી જાહેર જનતાને આપવાની સૂચના આપવામાં આવી છે.
7. સ્ટેટ પોર્ટલ ઉપર કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઇન માહિતી આપવાની સાથે સાથે હવે કોવિડ હોસ્પિટલોએ કેટલા બેડ ઉપલબ્ધ છે તેની લાઈવ માહિતી મોટા અક્ષરે હોસ્પિટલની બહાર જનતા માટે મૂકવાની રહેશે.
8. 108ના કંટ્રોલ રૂમમાં હવે AMC અને અને રાજ્ય આરોગ્ય વિભાગ એમ બંનેના કર્મચારીઓ સાથે ફરજ બજાવશે
9. લોકોનો જીવ બચાવવા માટે ફરજીયાત રીતે તમામ કોવિડ હોસ્પિટલ કોરોનાના ગંભીર દર્દીને ટેક્નિકલ કે અન્ય કોઈ કારણથી દાખલ થતા રોકી નહી શકે. તમામ ગંભીર દર્દીઓને તાત્કાલિક દાખલ કરવામાં આવશે.
10. આ તમામ સૂચનાઓનું તમામ કોવિડ હોસ્પિટલોએ 29 એપ્રિલના સવારે 8 વાગ્યાથી ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ સમય હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ માટે આપવામાં આવ્યો છે.