ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘઉંનો સ્ટોક માત્ર 20 દિવસનો બચ્યો
Pakistan:
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં ઘઉંનો વીસ દિવસનો જથ્થો બાકી છે જેના કારણે પાકિસ્તાનના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ઇમરાન ખાન (Imran Khan)પાકિસ્તાનમાં વિપક્ષ અને જાહેરમાં લોકોના નિશાના પર આવી ગયા છે. બિલાવલે કહ્યું કે ઘઉંની અછત માટે વડાપ્રધાન જવાબદાર છે.
ઘઉંનો જથ્થો ઝડપથી ઘટવાને કારણે પાકિસ્તાનના રાજકારણમાં તોફાન સર્જાયું છે. વડાપ્રધાન ઇમરાન ખાન વિપક્ષ અને લોકોના નિશાના પર આવી ગયા છે. આ બધા માટે ઇમરાન સરકારની ખોટી નીતિઓને દોષી ઠેરવવામાં આવી રહી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જનતાને ચેતવણી આપી છે કે ફરી એક વખત લોટની અછત છે અને દેશમાં હજી વીસ દિવસનો ઘઉંનો જથ્થો બાકી છે.
બિલાવલે કહ્યું કે આ બધા માટે સરકાર જવાબદાર છે. પહેલાં પાકિસ્તાન ઘઉંનું ઉત્પાદન કરતું હતું. હવે સ્થિતિ એવી છે કે દેશમાં ઘઉંની આયાત કરવી પડશે. સરકારની નીતિઓ પણ ઘઉંના ઉત્પાદનને નિરાશ કરી રહી છે.
વડાપ્રધાને ઘઉંની ખરીદીનું મૂલ્ય નક્કી કરતાં કહ્યું હતું કે તેમાં ચારસો ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. બિલાવલે કહ્યું કે ઘઉંની ખરીદીમાં માત્ર 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.બિલાવલે ઘઉંની વિશાળ તંગી માટે દેશને છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી વખત તૈયાર રહેવા જણાવ્યું છે.