આફ્રિકન ડેવ.બેન્ક મીટ માટે મહાત્મા મંદિરની ભાતીગળ કલ્ચરથી સજાવટ
ગાંધીનગર:
ગાંધીનગરમાં મહાત્મા મંદિરે તા 22 થી 25 મે દરમિયાન યોજાનાર આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની એન્યુઅલ મીટિંગ 2017નાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આફ્રિકન દેશોનાં રાષ્ટ્રપતિઓ હાજર રહેનાર છે. આ કાર્યક્રમને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મહાત્મા મંદિર પરીસરને ગુજરાત ભાતીગળ સંસ્કૃતિનાં થીમ પર સજાવવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત તથા આફ્રિકાનાં જનજીવનને જોડતા આકર્ષણો પણ લગાવવામાં આવી રહ્યા છે.
વિશ્વનાં નકશામાં આફ્રિકા કુદરતી સંપદાથી ભરપુર અને સાદું જીવન જીવતા લોકોથી અલગ તરી આવે છે. ત્યાંથી સાદું જીવન, આદિવાસીઓનાં કાચા મકાનો, વન્ય પ્રાણીઓ જેવી બાબતો ગુજરાતનાં ગીરનાં સિહો તથા વન્યજીવન, કચ્છનાં કાટી માટીનાં ભુંગા તથા લોકોનું સાદુ જીવન બંનેને નજીક લાવે છે. ત્યારે મહાત્મા મંદિરે યોજાનાર આ મહત્વનાં કાર્યક્રમમાં આફ્રિકન દેશોનાં રાષ્ટ્રપતિઓ, ડેલિગેસન્સ તથા અન્ય વીવીઆઇપી હાજર રહેનાર છે.