ગાંધીનગર પીજી મેડિકલ એડમિશનના બીજા રાઉન્ડમાં સીટ રદ્દ થતા હોબાળો થયો
ગાંધીનગર:
medical અને dental ની પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટો ભરવાનો પહેલો રાઉન્ડ 3 મેના રોજ શરૂ કરાયો હતો. ત્યારબાદ પીજીમાં પ્રવેશ માટે 16,17 અને 18 ત્રણ દિવસનો બીજો રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. પરંતુ 16 અને 17મી એ કામગીરી પૂર્ણ કર્યા બાદ બીજો રાઉન્ડ રદ થતા ગુરૂવારે એડમીશન લીધેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગર મેડીકલ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યુ કે સત્તાધિશોએ કરેલા કૌંભાડને ઢાંકવા માટે સોફ્ટવેરનુ બહાનુ બતાવવામાં આવી રહ્યુ છે.
રાજ્યની મેડીકલ કોલેજમાં એડમીશન પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં પહેલો રાઉન્ડ 3 મેના રોજ શરૂ કરાયો હતો. જ્યારે બીજા રાઉન્ડ પણ તેના પછી જ લીધો હતો. ખાલી પડેલી મેડીકલ અને ડેન્ટલની જગ્યાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એડમીશન કમિટી દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી 15 મેડીકલ કોલેજમાં ખાલી પડેલી પોસ્ટ ગ્રેજ્યુએશનની 1053 અને 12 ડેન્ટલ કોલેજની 255 સીટો ભરવામાં ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી.