ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો પણ મૃત્યુઆંક ચિંતાજનક
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં આજે 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં જામનગરમાં આજે પણ કેસનો આંકડો 400 ની નજીક એટલે કે 390નો રહ્યો છે, તો ગાંધીનગર અને જૂનાગઢમાં અનુક્રમે 160 અને 147 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં હજુ પણ કોરોનાનો ખતરો તોળાયેલો જ છે અને આજે અહીં 410 નવા કેસ સામે આવ્યા છે.
આ આથી મહાનગરો સિવાય અન્ય જિલ્લાઓમાં મહેસાણા 517 કેસ, સુરત જિલ્લામાં 393, જામનગરમાં 353, વડોદરામાં 236, બનાસકાંઠામાં 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164 અને ભાવનગર 163 કેસ સાથે પ્રમુખ કેસ ધરાવતા જિલ્લા બન્યા છે.