CM રૂપાણીની મોટી જાહેરાત: ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી
ગાંધીનગર :
ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની માંગ અનેક વેપારી સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ ફરી એક વખત ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે તેવા સંકેત આપ્યા છે.
કલોલમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને આંશિક લોકડાઉન પૂરતું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે કેન્દ્રએ રેમડેસિવિરનો જથ્થો આપ્યો છે જેના કારણે ઇન્જેક્શનની અછત દૂર થઇ છે.
કોરોના ગયો નથી, ગંભીરતા સમજશો
તેમણે કહ્યું કે હાલ ગામડાઓમાં સંક્રમણ વધે નહી તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. લોકો પણ મારું ગામડું સલામત ગામડું એ સુત્રને અપનાવી સાવચેતી રાખે તે જરૂરી છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે કોરોના હજુ ગયો નથી આથી નાગરિકો કોરોનાની ગંભીરતા સમજી નિયમોનું પાલન કરે.