ગાંધીનગર

ગાંધીનગર : જલારામ સંસ્થા દ્વારા હોમ કોરોન્ટાઈન કોરોના દર્દીનાં પરિવારને ઘરે નિઃશુલ્ક ફ્રુટ વિતરણ શરૂ

ગાંધીનગરની જલારામ સંસ્થા દ્વારા કોરોન્ટઈન પરિવારોને ઘરે બેઠા નિઃશુલ્ક ફ્રુટ વિતરણનો અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં ફ્રુટનાં ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે કોરોન્ટાઈન પરિવાર માટે ગાંધીનગરમાં ફળ વિતરણ કરવામાં આવતા નગરજનો પણ આ સંસ્થાની અનોખી સેવાને બિરદાવી રહ્યાં છે.

હોમ કોરોન્ટાઈન પરિવાર માટે નિઃશુલ્ક ફ્રુટ વિતરણ

ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેરની અફરાતફરી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા દર્દીઓની લાંબી કતારોમાં સગાઓ ભૂખ્યા તરસ્યા બેસી રહેતા હોવાના અહેવાલો વહેતા થતાં જ ગાંધીનગરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવાનો ધોધ વહેવડાવી દેવામાં આવી રહ્યો છે. ઘણી સંસ્થાઓનાં કાર્યકરો સિવિલ કેમ્પસમાં પાણી, છાસ, નાસ્તા સહિતની ચીજોનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યાં છે.

સંસ્થાઓએ નિઃશુલ્ક ટિફિન સર્વિસ પણ શરૂ કરી

ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ સેનીટાઈજેશનની નિઃશુલ્ક સેવા પણ આપવામાં આવી રહી છે. ઘણી સેવા ભાવિ સંસ્થાઓએ નિઃશુલ્ક ટિફિન સર્વિસ પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ગાંધીનગરમાં જલારામ સંસ્થાનાં નેજા હેઠળ બ્રાવો કિંગ દ્વારા અનોખી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં કોરોના કાળમાં પણ શાકભાજી, ફ્રુટ તેમજ તેલના ભાવ નીર અંકુશ થઈ ચૂક્યા છે. એવામાં ફ્રૂટના ભાવ તો પેટ્રોલ કરતા પણ મોંઘા થઇ ચૂક્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા કોરોના સંક્રમિત હોમ કોરોન્ટાઈન પરિવાર માટે નિઃશુલ્ક ફ્રુટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અનોખી સેવાને નગરજનો પણ બિરદાવી

આ સંસ્થા દ્વારા બે વોટ્સઅપ નંબર જાહેર કરીને અપીલ કરાઈ છે કે ગાંધીનગરમાં હોમ કોરોન્ટાઈનમાં રહેતા પરિવાર કોરોના રિપોર્ટ વોટ્સઅપ કરીને જરૂરિયાત મુજબ ફ્રુટ મંગાવી શકશે. સંસ્થા દ્વારા વોટ્સઅપ નંબરના આધારે હોમ કોરોન્ટાઈન પરિવારનો સંપર્ક કરવામાં આવશે. અને તેમની જરૂરિયાત પ્રમાણે સવારે 10 થી બપોરનાં 1 વાગ્યા દરમિયાન સ્વાસ્થયપ્રદ ફળ ફ્ળાદી નિઃશુલ્ક તેમના ઘરે પહોંચાડી દેવામાં આવશે. આ માટે કોઈ પણ ચાર્જ કે ભાડું પણ વસૂલવામાં આવશે નહીં. ત્યારે આ સંસ્થા દ્વારા શરૂ કરાયેલી અનોખી સેવાને નગરજનો પણ બિરદાવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x