ગુજરાત

અમદાવાદ : મ્યુકોરમાઈકોસિસના સિવિલમાં 296 દર્દીઓ સારવાર હેઠળ, એન્ફોટેરેસિન-Bના ઇન્જેક્શન માટે લાંબી કતાર

અમદાવાદ :
કોરોનાથી માંડ સાજા થયા પરંતુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકરમાઈકોસિસની બીમારીમાં સપડાઈ રહ્યા છે, રાજ્યની સરકારો હોસ્પિટલોમાં આ રોગની સારવાર આપવા માટે નવા વોર્ડ ખોલવા તૈયારી શરૂ કરાઈ છે, એટલું જ નહિ પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતાં આ રોગની સારવારમાં વપરાતા એમ્ફોટેરીસીન બી ઈન્જેક્શનની પણ સિવિલ હોસ્પિટલમાં તંગી વર્તાઈ રહી છે, જેને લઈ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની દોડધામ વધી ગઈ છે.
રાજયમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં મ્યુકોરમાઈકોસિસ ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 296 દર્દીઓ સારવાર હેઠળ છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરીટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ જણાવ્યું કે, સિવિલમાં મ્યૂકોરમાઈકોસિસના 296 દર્દીઓ દાખલ છે. તેમના માટે અલગ વોર્ડ પણ બનાવાયો છે.
મ્યુકોરમાઈકોસિસના દર્દઓની સંખ્યામાં વધારો થતા હવે તેના ઈલાજ માટે જરૂરી એન્ફોટેરેસિન-Bના ઈંજેક્શનની અછતથી દર્દી અને તેના પરિવારજનોની મુશ્કેલી વધી છે. આજે અમદાવાદ સિવિલ પાસે સવારથી જ મ્યૂકરમાઈકોસિસ દર્દીના પરિવારજનો એન્ફોટેરેસિન-Bના ઈંજેક્શન માટે લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x