ગુજરાત

ગુજરાતમાં 21 વર્ષ પછી મે મહિનામાં વાવાઝોડું

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે ટૌકતે વાવાઝોડાને લઈને ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું હતું કે લક્ષદીપ ક્ષેત્રમાં દબાણ સર્જાયું છે જે આગામી 24 કલાકમાં વાવાઝોડામાં તબદીલ થઈ જશે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે. હવામાન વિભાગે ટૌકતે નામનું આ વાવાઝોડાના કારણે કેરળ, મહારાષ્ટ્ અને ગુજરાતના કાંઠા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડાને પગલે એનડીઆરએફની ટીમો રવાના કરવામાં આવી છે.

કાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા
છેલ્લાં 21 વર્ષમાં પહેલીવાર મે મહિનામાં વાવાઝોડું ગુજરાત કાંઠે પહોંચશે એવી સંભાવનાઓ છે. આ પહેલા વર્ષ 2000માં ARB 01 વાવાઝોડું ગુજરાત કાંઠે પહોંચ્યું હતું. 215 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે તે અરબ મહાસાગરનું સૌથી ખતરનાક વાવાઝોડું હતું. ટૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તથા કાંઠા વિસ્તારોમાં 16થી 18 મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું 18મીએ સવારે ભાવનગર અને પોરબંદર વચ્ચે ત્રાટકશે એવી સંભાવના છે. હવામાનશાસ્ત્રી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડા અંગેનું સ્પષ્ટ ચિત્ર શનિવારે મળી જશે.

અસર અને તૈયારી

  • ભાવનગર અને પોરબંદરની વચ્ચેના કાંઠા વિસ્તારોમાં 18 મેની સવારે વાવાઝોડું ત્રાટકશે એવી સંભાવના.
  • એક અન્ય મોડલ મુજબ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈને કરાચી કાંઠે પણ ટકરાઈ શકે છે.
  • વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના હવામાનમાં 16 પછી પલટો આવશે તથા 16 અને 18 મે દરમિયાન કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
  • કાંઠા વિસ્તારના બંદરોને સિગ્નલ આપવાની સૂચના આપી દેવામાં આવી છે.
  • ગુજરાત સરકારે કાંઠાના વિસ્તારના જિલ્લા કલેક્ટરોને જરૂરી પગલાં સાથેનો એક્શન પ્લાન તૈયાર રાખવા જણાવી દેવામાં આવ્યું છે.
  • વાવાઝોડાની ટક્કર સાથે 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ભારે વરસાદ પડી શકે છે.
  • એનડીઆરએફની 53 ટીમને એલર્ટ કરી દેવાઈ છે. આ ટીમ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તહેનાત કરાશે.

છેલ્લે મે 2001માં વાવાઝોડું આ ટ્રેક પર થઈને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું
સ્કાયમેટના અહેવાલ મુજબ બે દાયકા પછી એવું બનશે કે મે મહિનામાં સર્જાયેલું વાવાઝોડું સોમાલિયા, યમન અને ઓમાન જેવા પશ્ચિમના દેશો તરફ નહીં ગુજરાત કાંઠા તરફ આગળ વધશે. ARB 01 નામનું વાવાઝોડું મે 2001માં ગુજરાત કાંઠે પહોંચ્યું હતું. વાવાઝોડું કેરળ, કર્ણાટક કાંઠેથી પૂર્વ અરબ મહાસાગરમાં થઈને પણજી સુધી જશે અને બાદમાં ગુજરાત તરફ આગળ વધશે.

1999 પછી ભારતીય મહાસાગરમાં કુલ 60 વાવાઝોડા સર્જાયા
1999 પછી પ્રી-મૉનસૂન અને પોસ્ટ मोनમોનસૂન સિઝનમાં સુઝી ભારતીય મહાસાગરમાં કુલ 60 વાવાઝોડા સર્જાયા છે. મેમાં 17, ઓક્ટોબરમાં 23, નવેમ્બરમાં 20 વાવાઝોડા આવ્યા છે. 2005, 2011, 2012ના પ્રી-મૉન્સુનની સિઝનમાં વાવાઝોડા આવ્યા નથી. ટૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે ગુજરાત સરકારે સબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સંકલન સાધીને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.

વાવાઝોડાને લીધે આ ચોમાસુ વહેલું
ટૌકતે વાવાઝોડાની અસરના કારણે ચોમાસુ કેરળના દરિયાકાંઠે નિર્ધારીત સમય કરતા વહેલું આવશે એવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસુ એક દિવસ પહેલા એટલે કે 31 મેના રોજ કેરળ કાંઠે ત્રાટકશે. આ તારીખમાં ચાર દિવસ આગળ પાછળ થવાની શક્યતા છે. ચોમાસુ 27 મેથી 31 મે સુધીમાં ગમે ત્યારે કેરળ પહોંચી શકે છે. સ્કાયમેટની આગાહી મુજબ 30 મેના રોજ ચોમાસાનું આગમન થશે. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રી-મૉન્સુન દરમિયાન અરબ મહાસાગરમાં તોફાન સર્જાવાથી ચોમાસા જેવી વિશાળ મૌસમી સિસ્ટમ પણ ખેંચાઈ જાય છે. અરબ મહાસાગર પરથી પસાર થનારું વાવાઝોડું ભારતીય કાંઠા વિસ્તારોમાં 21થી 22 મે સુધીમાં ધમરોળશે એવી આગાહી છે. હવામાન નિષ્ણાંત ડૉ.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પ્રી-મૉનસૂનમાં વાવાઝોડું ચોમાસાની તારીખની જેટલી નજીક આવે એટલું જ તે વધારે અસરકારક બને છે. તથા તેના કારણે ચોમાસુ પણ નિર્ધારીત સમય કરતા વહેલું આવે છે. ગત વર્ષે પણ 4 જૂને કેરળમાં ચોમાસુ આવશે એવી આગાહી હતી પણ નિસર્ગ વાવાઝોડાને કારણે 1લી જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x