આજે કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેબીનાર ધો.૧૦ પછી શું ? ડોકટર કે એન્જિનયર બનવા અંગે માર્ગદર્શન
ગાંધીનગર :
મહત્તમ સુવિધાઓ ધરાવતી ગુજરાતની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા કિશોર ઇન્સ્ટિટ્યૂટ એ આજ તા.૧૬/૦૫/૨૦૨૧ ને રવિવારે સાંજે ૫ વાગે વેબીનારનું આયોજન કર્યું છે. જેમાં ધો.૧૦ પછી શું ? તે વિષય ઉપર ચર્ચા અને માર્ગદર્શન નું આયોજન કરેલ હોઇ, આ વેબીનાર નો લાભ લઇ વાલીઓ તેમના બાળકને જીવન ઘડતર માં મહત્વ નો નિર્ણય લેવા માં સહાયભૂત બની રહેશે. વિદ્યાર્થીઓ પણ પોતાની કારકિર્દી ઉજ્વળ બનાવવા આ વેબીનાર નો લાભ લે તે હિતાવહ રહેશે.
કોરોનાને કારણે ઓનલાઇન ક્લાસ ચાલુ છે ત્યારે સમગ્ર ગુજરાત માંથી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાછે. વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નો જેવાકે ટ્રાન્સપોર્ટ, વાંચનાલય, રહેવાની સુવિધા, શ્રેષ્ઠ સ્કૂલ ની વ્યવસ્થા અને અન્ય ઘણી સુવિધાઓ થી સંપન્ન કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં ઓફલાઈનમાં પણ કોઈ જ તકલીફ ન પડે અને સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરાયું છે.
હવે વાલીઓએ પોતાના બાળકોને ગુજરાત બહાર ક્યાંય દૂર મોકલવાની જરૂર રહે નહિ તેવું વાતાવરણ અને સુવિધાઓ સભર કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ આવે છે.
અહી હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપની વ્યવસ્થા, અને વિદ્યાર્થીઓને મળવા પાત્ર સરકારી લાભો પણ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપાવાય છે. આ વેબીનારનો લાભ લેવા મો.નં.૭૦૬૯૮૮૬૦૦૨ અને ૭૦૬૯૮૭૬૦૦૨ નો સંપર્ક કરી લિંક મેળવવાની રહે છે.