રાષ્ટ્રીય

દેશમાં કોરોનાનાં 24 કલાકમાં 2.94 લાખ નવા કેસ, 4075 મોત

દેશમાં હવે કોરોનાની બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે. ગઇકાલે દેશમાં 3 લાખ 10 હજાર 580 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. છેલ્લા 25 દિવસમાં આ આંકડો સૌથી ઓછા છે. આ પહેલા 20 એપ્રિલે 2 લાખ 94 હજાર 378 નવા કેસ નોંધાયા હતા.
જો કે, મોતનો આંકડો હજી પણ ચિંતાનો વિષય છે. દેશમાં શનિવારે કોરોનાને કારણે 4,075 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મે મહિનામાં આ છઠ્ઠી વખત છે, જ્યારે એક દિવસમાં ચાર હજારથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
રાહતની વાત એ પણ છે કે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગઇકાલે કુલ 3 લાખ 62 હજાર 367 લોકોએ કોરોનાને માટ આપી હતી. આ રીતે, એક્ટિવ કેસ એટલે કે સારવાર આપવામાં આવતા દર્દીઓની સંખ્યામાં 55,931 નો ઘટાડો થયો છે. આ વર્ષે એક્ટિવ કેસોમાં આ સૌથી મોટો ઘટાડો છે.
દેશમાં કોરોના મહામારીના આંકડા
છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા : 3.10 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ : 4,075
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા : 3.62 લાખ
અત્યાર સુધીમાં કુલ કેસ: 2.46 કરોડ
અત્યાર સુધી સાજા થયા : 2.07 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ : 2.70 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા : 36.13 લાખ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x