વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી એ કોવીડ -19 ની મહામારીની કપરી સ્થિત ને ધ્યાને લઇ ને છેલ્લાં કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છ માં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે આજે જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી આ સમયે વિરોધપક્ષ ના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ સિવિલ સર્જનશ્રી ને મળીને હોસ્પિટલની દરેક સ્થિતિથી વાકેફ થયેલ અને આટલી મોટી હોસ્પિટલ માં આવા કપરા સમયે ડોક્ટર અને નર્સીંગ સ્ટાફ ની અછત ની હોય તથા છેલ્લા એક વર્ષ ના સમય ગાળામાં પણ રાજ્ય સરકાર જાગી નહીં આખરે કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોને જીવ ગુમાવાનો વારો આવ્યો તેમા રાજ્ય સરકારની નિષ્ફળતાઓની ટીકા કરી અને કોરોના વોરિયરસ સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન સહિત ની ટીમ સ્ટાફ ને હ્રદય પૂવઁક અભિનંદન પાઠવ્યા હતા.
વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયા તથા માંગરોળ માળિયાના ધારાસભ્યશ્રી બાબુભાઇ વાજા જૂનાગઢ ના ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી સીડા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મઁત્રી ફારૂકભાઈ સુમરા અન્ય કાર્યાલય મઁત્રી પિયુસભાઈ વૈશ્નાણી જૂનાગઢ શહેર કોંગ્રેસ માઈનોરિટી વિભાગના પ્રમુખ રજાકભાઈ એચ હાલા જિલ્લા સેવાદળના પ્રમુખ કાંતિભાઈ સોંદરવા પી ડી પુરોહિત સહિતના આગેવાનો હાજર રહેલ હતા.