ગુજરાત

S.T. નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવા માંગ

એસ.ટી.નિગમના બે હજારથી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમીત બન્યા છે. જેમાંથી ૧૨૦ થી વધુ કર્મચારીઓના મોત કોરોનામાં થઇ ચૂક્યા છે. જેને લઇને નિગમના ત્રણેય માન્ય સંગઠનોએ એસ.ટી.કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની રજૂઆત સરકારમાં કરી છે.

કર્મચારી સંકલન સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ બે હજારમાંથી એક હજાર કર્મચારીઓ કોરોનામાં સાજા થયા છે. હાલમાં ૮૦૦ થી વધુ કર્મચારીઓ ઘરે તેમજ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

કોરોનામાં અકાળે મૃત્યુ પામેલા કર્મચારીઓના આત્માની શાંતિ માટે આજે રાજ્યભરમાં તમામ ડેપો, વર્કશોપ, વિભાગીય કચેરી ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

મેડિકલ બિલ પાસ કરવામાં આવે તેવી માંગણી કરાઇ  છે.  મરણના પ્રમાણપત્રો મળવામાં મુશ્કેલી સર્જાઇ રહી હોવાથી કર્મચારીઓના  પી.એફ., ગેજ્યુઇટી સહિતની રકમ મેળવવામાં તકલીફ પડી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x