ગાંધીનગર : કોરોના સંક્રમણમાં થયો ઘટાડો, આજે જિલ્લામાં નવા 99 કેસ નોંધાયા જ્યારે 10 દર્દીના મોત થયા
ગાંધીનગર :
ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસોથી કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 99 કેસો નોંધાયા છે. જ્યારે તેની સામે 208 દર્દીઓ કોરોનાથી મુકત થયા હતા. તેમજ 10 દર્દીઓનું કોરોનાથી મોત થયું હતું.
ગાંધીનગર જિલ્લામાં આશરે 45 દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો તેમજ કોરોના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે મૃત્યુ આંક પણ ઘટી જવાથી આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે.
ત્યારે આજે શુક્રવારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કલોલ, માણસા, દહેગામ તેમજ ગાંધીનગર માં 54 કોરોના કેસોની સામે 93 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં 45 કોરોના કેસો દફતરે નોંધાયા હતા જેની સામે 115 દર્દીઓ એ કોરોના ને હરાવ્યો હતો. આમ આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 99 કેસોની સામે 208 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી હતી.
બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 1051 લાભાર્થીને 25 સેન્ટરો પરથી કોરોના ની રસી આપવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 1 લાખ 94 હજાર 565 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 79 હજાર 668 લાભાર્થીને કોરોના નો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 64 હજાર 103 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 60 હજાર 416 લાભાર્થીને કોરોના નો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.