લોકડાઉન હટ્યા બાદ સરકાર કરી શકે છે રાહત પેકેજની જાહેરાત
કોરોના મહામારીના કારણે આર્થિક પુનરુદ્ધાર પર મંડરાતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકાર લોકડાઉનમાં ઢીલ બાદ તરત જ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. બ્રોકરેજ કંપની બર્નસ્ટીને એક નિવેદનમાં કહ્યું કે તેના મૈક્રો ઈકોનોમિક ઈન્ડેક્સ એપ્રિલ અને મે મહિનામાં આર્થિક ગતિવિધિમાં ઘટાડાના સંકેત આપી રહ્યા છે. સરકાર લોકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત નાના કારોબાર અને સ્વ રોજગારને માટે આ પેકેજ લાવી શકે છે.
શું રહ્યું બ્રોકરેજ કંપનીએ
કંપનીએ કહ્યું કે મે મહિનામાં પાવર કન્ઝપ્શનમાં 4 ટકા અને સાથે ઈંધણની ખપતમમાં 16 ટકાનો ઘટાડો નોધાયો છે. ઈ વે બિલમાં 16 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સાખે કારખાનાના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે.
બર્નસ્ટીને કહ્યું કે પ્રોત્સાહન પેકેજની જાહેરાત લોકડાઉન હટ્યા બાદ કરવામાં આવી શકે છે. અનેક દુકાનો બંધ રહેવાના કારણે ઉત્પાદનનો વેગ સીમિત રહ્યો છે. આપૂર્તિ પ્રબંધ પર તેનો ખાસ પ્રભાવ પડશે નહીં કેમકે રાજ્યોમાં કારખાનાના સંચાાલન પર પ્રતિબંધ ઓછો છે. તેઓએ કહ્યું કે અમારું માનવું છે કે લોકડાઉન હટ્યા બાદ સરકાર એક વધુ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. કોરોનાના કારણે એસએમઇ અને સ્વ નિયોજિત રોજગાર સૌથી વધારે પ્રભાવિત થયા છે. તેની પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
મૈક્રો ઈકોનોમિક મોર્ચા પર થોડી બગડી રહી છે સ્થિતિ
બર્નસ્ટીને કહ્યું કે આ વખતે અમારા અનુસાર અર્થવ્યવસ્થામાં કોઈ ચોંકાવનારી વાત નથી. ગયા વર્ષ કરતા લોકડાઉન ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. આ વખતે કેટલાક મહિના સુધી અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહી છે. ગઈ વખતે લોકડાઉનનો મોટો પ્રભાવ અર્થવ્યવસ્થા પર જોવા મળ્યો હતો.