વાવાઝોડાને કારણે મોકૂફ રહેલી GTUની પરીક્ષાની તારીખો જાહેર
ગાંધીનગર :
રાજ્યમાં આવેલા ભયાનક તાઉ તે વાવાઝોડાને પગલે રાજ્યની તમામ કામગીરી ખોરવાઇ ચુકી હતી. હવે ધીરે ધીરે રાજ્યના જિલ્લાઓ પૂર્વવત બની રહ્યા છે. આ સમય દરમિયાન GTU ઓનલાઇન પરીક્ષા ચાલી રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જો કે વાવાઝોડાને કારણે વીજ પુરવઠ્ઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ હતી. જીટીયુ દ્વારા પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી.
જો કે સ્થિતિ સામાન્ય બની હોવાથી જીટીયુ દ્વારા ફરી નવી પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવાઇ છે. MBA અને MBA ઇન્ટરગ્રેટેડની સેમેન્ટર-1 અને ME સેમેન્ટર 1ની પરીક્ષા 24 મેના રોજ યોજાવાની હતી તે 3 જૂનથી ઓનલાઇન MCQ આધારિત રહેશે. આ ઉપરાંત તમામ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

 
			