આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

આગામી સપ્તાહમાં સેન્સેક્સ માટે ૫૦૮૮૮ અને નિફટી ૧૫૩૩૩ની ટેકાની સપાટી

મુંબઈ :

ગત સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતીય શેર બજારોમાં વર્તમાન તેજીને પરપોટા સમાન ગણાવીને આ પરપોટો હવે બે-તરફી મોટી અફડાતફડી વચ્ચે ફૂટી શકે છે એવો સંકેત આપી દઈ પૂર પહેલા પાળ બાંધી દીધી છે. જેથી તેજીના અતિરેકમાં એક પ્રકારે સરકારે સાવચેતીની લાલબત્તી રોકાણકારો, ખેલદાઓને બતાવી દીધી હોઈ તેજીમાં તણાઈ ન જવાય એની તકેદારી રાખવી રહી. આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૫૦૮૮૮ના ટેકાએ ૫૧૮૮૮ કુદાવતાં ૫૨૪૪૪ અને નિફટી સ્પોટ ૧૫૩૩૩ના ટેકાએ ૧૫૬૧૫ કુદાવતાં ૧૫૭૭૭ જોવાઈ શકે છે.

ડાર્ક હોર્સ : Escorts Ltd.

બીએસઈ(૫૦૦૪૯૫), એનએસઈ (ESCORTS) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, પાંચ બોનસ શેર ઈસ્યુઓનો ઈતિહાસ ધરાવતી,એસ્કોર્ટસ લિમિટેડ (Escorts Ltd.) ની સ્થાપના કર્યા બાદ ઉત્તરોત્તર એગ્રી-મશીનરી, કન્સ્ટ્રકશન મશીનરી, મટીરિયલ હેન્ડલિંગ અને રેલવે ઈક્વિપમેન્ટના ક્ષેત્રોમાં કાર્યરત બનેલી ભારતીય મલ્ટિનેશનલ અને ઓટોમોટીવ એન્જિનિયરીંગ જાયન્ટ ૪૦થી વધુ દેશોમાં માર્કેટીંગ કામગીરી ધરાવે છે.

મેન્યુફેકચરીંગ સવલતો :

કંપની ત્રણ સેગ્મેન્ટસ એગ્રીકલ્ચર મશીનરી, કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ અને રેલવે પ્રોડક્ટ માટે કાર્યરત છે. જેમાં એસ્કોર્ટસ એગ્રી મશીનરી ડિવિઝન ફરિદાબાદ-હરિયાણામાં ત્રણ મેન્યુફેકચરીંગ સવલતો વાર્ષિક એક લાખ ટ્રેકટર્સ ઉત્પાદનની ક્ષમતા સાથે ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એક લાખ ટ્રેકટરના વેચાણની સિદ્વિ હાંસલ કરી છે. આ ઉપરાંત કંપની પોલેન્ડમાં ૨૫૦૦ ટ્રેકટર્સની ઉત્પાદન ક્ષમતાનો એક પ્લાન્ટ ધરાવે છે. કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ ડિવિઝન ફરિદાબાદમાં વાર્ષિક ૧૦,૦૦૦ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ યુનિટની ક્ષમતા સાથે તેનો મેન્યુફેકચરીંગ અને એસેમ્બલિ પ્લાન્ટ ધરાવે છે. કંપનીનું રેલવે ઈક્વિપમેન્ટ ડિવિઝન ફરિદાબાદમાં જ બે મેન્યુફેકચરીંગ પ્લાન્ટો વાર્ષિક ૧૨,૦૦૦ કૂપલર્સ, ૨૦,૦૦૦ એર બ્રેકસ, ૨૦૦૦ ઈપી બ્રેક્સ, ૧૦ લાખ બ્રેક બ્લોક્સ અને ૫૦ હજાર એબસોર્બર્સની ઉત્પાદન ક્ષમતા સાથે ૫૫,૬૦૯ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ધરાવે છે. આ સિવાય કંપનીએ જાપાનની કુબોટા સાથે સંયુક્ત સાહસમાં મેન્યુફેકચરીંગ સવલત સ્થાપી છે.

સંયુક્ત સાહસો :

(૧) એડિકો એસ્કોર્ટસ એગ્રી ઈક્વિપમેન્ટ પ્રાઈવેટ લિ. (૪૦ ટકા), ટાડાનો એસ્કોર્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિ. (૪૯ ટકા), Escorts Kubota Private Ltd. (૪૦ ટકા). આ સંયુક્સ સાહસમાં જાપાનની Kubota દ્વારા ૧,૨૨,૫૭,૬૮૮ શેરો પ્રેફરન્શિયલ ધોરણે મેળવીને રૂ.૧૦૪૨ કરોડનું રોકાણ કરાયું છે. એસોસીયેટ કંપનીઓ (૧) એસ્કોર્ટસ કન્ઝયુમર ક્રેડિટ લિ. (૨૯.૪ ટકા). કંપનીએ તેની સબસીડિયરી એસ્કોર્ટસ સિક્યુરિટીઝ લિ.માં પોતાના સંપૂર્ણ હોલ્ડિંગને ચોઈસ ઈન્ટરનેશનલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડને વેચવાના એપ્રિલ ૨૦૨૧માં કરાર કર્યા છે. જેથી કંપનીની આ એક સબસીડિયરી વેચાઈ રહી છે.

એક લાખ ટ્રેકટરનું વેચાણ હાંસલ કર્યું :

જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં ટ્રેકટર ઉદ્યોગના વેચાણમાં ૬૩.૪ ટકાનો વધારો થયો છે, જ્યારે કંપનીએ ૬૨.૧ ટકા વધીને ૩૨૫૮૮ ટ્રેકટરનું વેચાણ કર્યું છે. કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટનું વેચાણ પણ ૬૨.૭ ટકા વધીને ૧૬૦૪ યુનિટનું થયું છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એક લાખથી વધુ ટ્રેકટરના વેચાણની સિદ્વિ હાંસલ કરી છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિએ સપ્લાય ચેઈનને અસર પડી છે, પરંતુ આ હંગામી તબક્કો હોવાનું કંપનીનું માનવું છે અને ફરી સપ્લાય રાબેતા મુજબ થવાની અપેક્ષા છે. કંપનીનો સ્થાનિક ટ્રેકટર બજારમાં હિસ્સો ચોથા ત્રિમાસિકમાં ૧૨.૯ ટકાથી વધીને ૧૩.૧ ટકા થયો છે. કોમોડિટીઝના ભાવમાં થઈરહેલા વધારાને લઈ કંપનીએ ૧,એપ્રિલ ૨૦૨૧થી તેના ટ્રેકટર્સના ભાવમાં પણ વધારો કર્યો છે.

બોનસ ઈતિહાસ :

વર્ષ ૧૯૬૮માં ૧:૫ શેર, વર્ષ ૧૯૭૪માં ૧:૨ શેર, વર્ષ ૧૯૭૭માં ૩:૫ શેર, વર્ષ ૧૯૭૯માં ૩:૫ શેર, વર્ષ ૧૯૮૭માં ૩:૫ શેર

શેર હોલ્ડિંગ પેટર્ન :

પ્રમોટર્સ નંદા પરિવાર હસ્તક ૩૬.૫૯ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૫.૩૫ ટકા પૈકી યુટીઆઈ-લોંગ ટર્મ ઈક્વિટી ફંડ પાસે ૧.૭૨ ટકા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પાસે ૨૫.૯૫ ટકા હોલ્ડિગ પૈકી ટી.રોવ પ્રાઈસ ઈન્ટરનેશનલ ડિસ્કવરી ફંડ પાસે ૧.૯૯ ટકા, સ્ટીચિંગ ડિપોઝિટરી એપીજી ઈમર્જિંગ માર્કેટસ ઈક્વિટી પાસે ૧.૧૩ ટકા, રાકેશ રાધેશ્યામ જુનજુનવાલા પાસે ૪.૭૫ ટકા, અલ્ટનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પાસે ૧.૧૭ ટકા, કુબોટા કોર્પોરેશન પાસે ૯.૦૯ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૧૦.૨૪ ટકા શેર હોલ્ડિંગ છે.

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ :

ચોખ્ખી આવક રૂ.૫૮૧૦.૦૯ કરોડની તુલનાએ ૨૦.૭૨ ટકા વધીને રૂ.૭૦૧૪.૪૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૪૭૨.૮૦ કરોડની તુલનાએ ૮૪.૫૧ ટકા વધીને રૂ.૮૭૨.૩૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૩૬.૦૧ થી વધીને રૂ.૬૪.૭૧ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૮૧૨૫ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૧૦૭૫ કરોડ અપેક્ષિત મેળવી શેર દીઠ આવક રૂ.૭૯.૭૪ અપેક્ષિત છે.

(૩) વેલ્યુએશન : B :

ઓટો-ટ્રેકટર ઉદ્યોગના સરેરાશ૧૮ના પી/ઈ જેટલો જ પી/ઈ કંપની મેળવી રહી હોઈ આટલો પી/ઈ ગણતરીમાં લઈ તો શેર રૂ.૧૪૩૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B.

આમ (૧) નંદા પરિવારના ૩૬.૫૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, એફપીઆઈઝની ૨૫.૯૫ ટકા, રાકેશ જુનજુનવાલાના ૪.૭૫ ટકા શેર હોલ્ડિંગ ધરાવતી (૨) દેશના ટ્રેકટર ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓમાં એક (૩) પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એક લાખથી વધુ ટ્રેકટર્સના વેચાણની સિદ્વિ હાંસલ કરનાર (૪) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૧માં ચોખ્ખા નફામાં ૧૦૯ ટકા વૃદ્વિ હાંસલ કરીને પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ચોખ્ખા નફામાં ૮૪.૫૧ ટકા ઉછાળો નોંધાવી શેર દીઠ રૂ.૬૪.૭૧ આવક(ઈપીએસ) અને બુક વેલ્યુ રૂ.૩૭૨.૮૦ નોંધાવનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨માં અપેક્ષિત ઈપીએસ રૂ.૭૯.૭૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૫૨.૫૪ સામે શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૧૧૬૨.૦૫ ભાવે માત્ર ૧૪.૫૭ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ (SEBI REG. NO. INH000000107)

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧) લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતરું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : [email protected]માં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x