ધોરણ 12ની પરીક્ષા કરાઈ રદ, CBSE બાદ ગુજરાત બોર્ડે લીધો નિર્ણય
ગુજરાતના સીએમ વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની કેબિનેટની બેઠકમાં બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાતમાં પણ ધો.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે, પીએમ મોદીએ હાઈલેવલ બેઠકમાં જણાવ્યું હતુ કે, આપણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે સમજૂતિ ના કરી શકીએ. કોરોનાના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ ના નાંખી શકાય. કોરોનાના કારણે ઉદ્દભવેલા અનિશ્ચિતતાના માહોલમાં તમામ પક્ષો સાથે વાટાઘાટો કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે CBSEની પરીક્ષા નહીં યોજવામાં આવે.