બનાવો “કોરોનામુક્ત ગામ” અને મેળવો 50 લાખનું ઈનામ, આ સરકારે કરી મોટી જાહેરાત,
Maharashtra :
સમગ્ર દેશમાં કોરોનાની (Corona)બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ઉપરાંત કોરોનાની બીજી લહેરે ન માત્ર શહેર પરંતુ ગામડાઓને(Villages) પણ પોતાનાં ભરડામાં લીધા છે. દેશમાં સૌથી વધુ કોરોનાનું સંકટ(Crisis) મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. તેથી કોરોનાનાં સંક્રમણને નાથવા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં “કોરોના મુક્ત ગામ” સ્પર્ધા હેઠળ પ્રથમ ઇનામ 50 લાખ રૂપિયા, બીજું 25 લાખ રૂપિયા અને ત્રીજું 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે “કોરોના મુક્ત ગામ”અભિયાનને (Campaign)વેગ આપવાં માટે ઈનામની જાહેરાત કરી છે. જેમાં ત્રણ ગ્રામ પંચાયતો(Gram Panchayat) કે જેમણે તેના દરેક મહેસૂલ ક્ષેત્રોમાંથી કોવિડ-19 મેનેજમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે તેમની પસંદગી કરવામાં આવશે અને તેમને ઈનામ સહિત પુરસ્કાર (award)આપી સન્માનિત કરવામાં આવશે.