રાષ્ટ્રીય

વિદેશી દાન મેળવવા NGOએ દિલ્હી SBIમાં ખાતું ખોલાવવું પડશે

ટ્રસ્ટ અને એનજીઓ દ્વારા વિદેશી ભંડોળના દાન મેળવવામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલાંક ફેરફાર કરાયા છે. જેમાં દરેક એનજીઓ અને ટ્રસ્ટે પોતાનું બેન્ક એકાઉન્ટ નવી દિલ્હીની એસબીઆઇ બ્રાન્ચમાં ખોલાવી તેમાં વિદેશી ભંડોળ મેળવવાનું રહેશે.

ભારતના દરેક ટ્રસ્ટોને પોતાના ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ઇન્કમટેક્સ ડિપાટર્મેન્ટમાં કરાવવાનું ફરજિયાત કરાયું છે. જે મુજબ દરેક ટ્રસ્ટે 30 જૂન 2021 પહેલાં ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોઇ પણ ટ્રસ્ટે અરજી કર્યા પહેલા રજીસ્ટ્રેશન રિન્યૂઅલ થઇને ન આવતા ટ્રસ્ટ તા.1 જુલાઇ 2021 પછી ઇન્કટેકસમાંથી મળતા ડોનેશન પર કરમુક્તિ મેળવી શકશે નહીં. વધારામાં સરકાર દ્વારા ટ્રસ્ટને વિદેશથી મળતા દાનની રકમ પર નવો પરિપત્ર કરીને ટ્રસ્ટે વિદેશથી દાન મેળવવું હોય તો નવી દિલ્હીની એસબીઆઇ બ્રાન્ચમાં ખાતું ખોલાવવું પડશે.

વિદેશી ભંડોળ પર નજર રાખવા પગલું
ટ્રસ્ટ પહેલાં વિદેશથી મેળવાતું ભંડોળ કોઇ પણ બેંકમાં જમા કરાવી સદ્કાર્ય પાછળ વાપરી શકતા હતા. જ્યારે હવે આ વિદેશી ફંડ મેળવવા માટે ટ્રસ્ટે દિલ્હીની એસબીઆઇ બ્રાન્ચમાં પોતાનું એકાઉન્ટ ખોલાવી તેમાં જ વિદેશી ફંડ જમા કરાવવું પડશે. આમ કરવા પાછળ સરકાર વિદેશી ફંડ પર નિયંત્રણ લાદવા માગે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x