ગુજરાત

સુરત દલિત મહારેલી:વધુ એક દલિત યુવાનનું મોત,સંવેદનશીલ વિસ્તારોમાં સખત પોલીસ બંદોબસ્ત

દલિતો ઉપર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં સુરત શહેર જિલ્લા સમસ્ત દલિત સમાજ દ્વારા સોમવારે સવારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની પૂર્વ સંધ્યાએ સુરતમાં વધું એક યુવક પોલીસ કથિત અત્યાચારનો ભોગ બની મોતને ભેટતાં મામલો વધું સંગીન બન્યો છે. આ ઘટના બાદ સોમવારની રેલીને મોટી સફળતાં મળે એ માટે જુદા જુદા વિસ્તારોમાં ગૃપ મિટિંગનું આયોજન પણ કરાયું હતું. દલીત યુવકનું મોત નિપજતા રાષે ભરાયેલા સ્થાનીકોએ પીએસઆઈને ઘેરી લીધા હતા અને ઢોર મારમાર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા પીએસઆઈને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કતારગામ આંબાતલાવડી ગીરનાર મહોલ્લામાં રહેતો મહેન્દ્ર ગમનભાઈ મકવાણા(25) મીનરલ વોટરના પ્લાન્ટમાં ડીલીવરીનું કામ કરતો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x