ગુજરાત

કેશુભાઈ પટેલનો B’Day: RSS પ્રચારકથી મુખ્યપ્રધાન સુધીની રાજકીય સફર

keshubhai patel

ગુજરાતનાં 10માં મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. 1945થી રાજકારણમાં કાર્યરત કેશુબાપાનો જન્મ ગુજરાતનાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આજના દિવસે એટલે કે 24, જુલાઈ 1928નાં રોજ થયો હતો. પોતાની લાંબી રાજકીય કારર્કિદીમાં બાપાએ આરએસએસ પ્રચારકથી ગુજરાતના મુખ્યપ્રધાન સુધીની સફર ખેડી છે. 14 March 1995થી 21 October 1995 અને 4 March 1998થી 6 October 2001 સુધી 1533 દિવસ સુધી મુખ્યપ્રધાન રહેલા કેશુભાઈએ અનેક રાજકીય ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.
આરએસએસ પ્રચારક તરીકે પોતાની રાજકીય કારર્કિદી શરૂ કરનારા કેશુભાઈ પટેલને છ સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી છે. છ સંતાનો પૈકી એક પુત્ર ભરત પટેલ રાજકારણમાં સક્રિય છે. કેશુભાઈ પટેલે 2014માં ખાલી કરેલી વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ભરત પટેલ ચૂંટણી લડ્યો હતો. જો કે કોંગ્રેસના સભ્ય સામે તેની હાર થઈ હતી. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x