આરોગ્યગાંધીનગર

માણસાની સિવિલમાં પ્રતિ મિનિટ 500 એમએલ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ ફિટ કરાયો

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાનું મશીન ફીટ કરાયું છે. તેમાં પ્રતિ મિનિટે 500 એમએલ ઓક્સિજનનું ઉત્પાદન કરશે.

કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર વધારે ખતરનાક બની રહેતા આરોગ્ય સેવાઓને પણ ચેલેન્જેબલ બની રહી હતી. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેર વધારે ખતરનાક બની રહેવાની આગાહી આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ કરી છે. ત્યારે સભંવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ આગોતરૂ આયોજન શરૂ કરી દીધું છે. તેમાં જે રીતે બીજી લહેરમાં ઓક્સિજનની તંગી સર્જાઇ હતી. તેને પહોંચી વળવા માટે હવામાંથી ઓક્સિજનનું ઉત્પાદન થાય તેના મશીન ફીટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કોલવડા ખાતે ત્યારબાદ માણસાની સિવિલ હોસ્પિટલમાં પણ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન ફીટ કર્યા બાદ હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ હવામાંથી ઓક્સિજન ઉત્પાદન કરી શકે તેવું સીએસએ મશીન ફીટ કરાયું છે.

ખાનગી કંપનીના સહયોગથી મશીન ફિટ કરાયું
ગાંધીનગર સિવિલમાં હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાનું મશીન ફીટ કરાયેલું મશીન દિલ્હીની ખાનગી કંપનીના સહયોગથી કરાયુ્ં છે. અંદાજે રૂપિયા 60થી 62 લાખના ખર્ચે મશીન ફીટ કરાયું છે.

50 દર્દીને ઓક્સિજન સપ્લાય આપી શકાશે
સિવિલ હોસ્પિટલમાં ફીટ કરાયેલા સીએસએ ઓક્સિજન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતાં ઓક્સિજનમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા માત્ર 50 દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પૂરી પાડી શકશે.

ખાતર ઉપર દિવેલ જેવી હાલત થશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડના 500 બેડની ક્ષમતા હોવાથી લિક્વીડ ઓક્સિજનનો પ્લાન્ટ ફીટ કરાયો છે. તેના માટે 18 લાખ લીટરની ટેન્ક પણ ફીટ કરવામાં આવી છે. ત્યારે તેની બાજુમાં જ હવામાંથી ઓક્સિજન પ્લાન્ટ નાંખવાથી ખાતર ઉપર દિવેલ જેવી હાલત થશે.

જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ફિટ કરવાની જરૂર
પ્લાન્ટ સિવિલમાં ફીટ કરવાને બદલે ગ્રામ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફીટ કરાયો હોય તો ગ્રામ્યના દર્દીઓને નજીક સારવાર મળી રહે તેવી ચર્ચા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં ઉઠી છે.

વધુ 10 કેસ : કુલ આંક 20,008
જિલ્લામાં નવા 10 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરના વળતા પાણી હોય તેમ અગાઉ મે-2021 માસમાં જે ત્રણ, ચાર, પાંચ અને આઠ દિવસે કોરોનાના 1000 કેસ નોંધાતા હતા. જે 22 દિવસ પછી 1000 કેસ નોંધાતા કુલ આંકડો 20008એ પહોંચ્યો છે. ગત તારીખ 23મી, મે-2021ના રોજ 76 કેસ સાથે કુલ 1000 કેસ આઠ દિવસમાં થયા હતા. જ્યારે 22 દર્દી સાજા થયા છે. પરંતુ 1 દર્દીનું થયું છે. જોકે કોરોનાના દર્દીના મોતનું સાચુ કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જાણવા મળશે.

મનપા વિસ્તારમાંથી નવા 6 કેસમાં ધોળાકુવામાંથી 2, વાવોલમાંથી 1, સેક્ટર-3-એ ન્યુમાંથી 1, સેક્ટર-3માંથી 1, સેક્ટર-2માંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લાના ગાંધીનગર તાલુકાના મોટા ચિલોડામાંથી 1, રતનપુરમાંથી 1 કેસ નોંધાયો છે. કલોલ તાલુકાના નારદીપુરામાંથી 1 અને માણસા તાલુકાના વરસોડામાંથી 1 કેસ નોંધાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x