આરોગ્યરાષ્ટ્રીય

DRDO એ દાવો કર્યો છે કે તેમની દવા કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક

કોરોના અને તેના નવા નવા પ્રકાર એટલે કે વેરિએન્ટ લોકોમાં ભય જન્માવી રહ્યા છે. આવામાં DRDO એ દાવો કર્યો છે કે તેમની દવા કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે. જી હા કોરોના સામે DRDO એ anti-Covid drug 2-DG દવા વિકસિત કરી છે. જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવા કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે.

માહિતી અનુસાર એક નવા રિસર્ચમાં સાબિત થયું છે કે 2-DG દવા કોરોનાના દરેક વેરિએન્ટ સામે કારગર સાબિત થાય છે. રિસર્ચ અનુસાર આ દવા SARS-CoV-2 ની જટિલતાઓને ઘટાડે છે અને તંદુરસ્ત કોશિકાઓને ચેપ-પ્રેરિત સાયટોપેથિક અસર (infection-induced cytopathic effect (CPE)) થી બચાવે છે.

એટલે કે આ કોશિકાઓ SARS-CoV-2 થી સંક્રમિત થવાથી થતા પ્રભાવને આ દવા ઘટાડી દે છે. આની સાથે કોશિકાઓને મારવા પણ નથી દેતી. આ રિસર્ચ 15 જુને પ્રકાશિત કરવામાં આવ્યું છે. અધ્યયનના લેખક છે અનંદ નારાયણ ભટ્ટ, અભિષેક કુમાર, યોગેશ રાય, દિવ્યા વેદાગીરી તેમજ અન્ય.

ટ્રાયલમાં અંત વેરિએન્ટ પર અભ્યાસ

2DG દાવાને લઈને હૈદરાબાદ સ્થિત ડોક્ટર. રેડ્ડી લેબ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વૈજ્ઞાનિક હતા, આઈએનએમએસના ડો. અનંત નારાયણ ભટ્ટ અને ડો. સુધીર ચાંદના. તેમણે અભયા સરમીયાન જોયું કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં આ દવા અનેક વેરિએન્ટ પર પ્રભાવી છે. ડોક્ટર ભટ્ટે જણાવ્યું હતું કે ભલે વાયરસનો કોઈ પણ વેરિએન્ટ હોય, તેને ગ્લુકોઝની જરૂર પડશે, અને આ દવા તેને અટકાવવાનું કામ કરી રહી છે. આ સાથે એમિનો એસિડ્સનો પુરવઠો પણ કોશિકામાં અટકી જાય છે જેની કારણે વાયરસની સંખ્યામાં વધારો નથી થતો.

જાણો કોણે બનાવી છે આ દવા

2-DG દવાની અસરનું વિશ્લેષણ ફક્ત બે જુદા જુદા પ્રકારો (બી.6 અને બી.1.1.7) પર કરવામાં આવ્યું હતું, પરંતુ તેના એન્ટી-વાયરલ ગુણધર્મો કોરોનાના તમામ પ્રકારો પર અસરકારક સાબિત થયા. આ દવાને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને Dr Reddy’s Laboratories એ સાથે મળીને બનાવીછે. મે મહિનામાં આ દવાને કોરોનાના ગંભીર અને માધ્યમ દર્દીઓ પર ઉપયોગ માટે ઈમરજન્સી મંજૂરી પણ આપવામાં આવી છે. 2-DG ના કલીનીકલ ટ્રાયલમાં આ દાવી કરવામાં આવ્યો છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજનની નિર્ભરતા ઘટશે અને જલ્દી તેઓ સાજા થઈને ઘરે જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x