ગૌતમ અદાણીને લગભગ 3.91 અરબ ડોલરનું નુકશાન
એશિયાના બીજા નંબરના ધનિકની યાદીમાંથી બહાર
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હાલમાં જ એશિયાના બીજા નંબરના ધનિકની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. અદાણી ગ્રુપની બધી જ કંપનીઓના ભાવમાં બુધવારે ઘટાડો થતાં ગૌતમ અદાણીને લગભગ 3.91 અરબ ડોલરનું નુકશાન થયું છે. BLOOMBERG ના રિપોર્ટ અનુસાર અદાણીની કૂલ નેટવર્થ 67.6 અરબ ડોલર થઈ ચૂકી છે. આ સાથે જ તેઓ હવે એશિયાના સૌથી ધનિક યાદીમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાન પર આવી ગયા છે. સાથે જ દુનિયામાં સૌથી વધુ ધનિક લોકોની યાદીમાં તેમનું સ્થાન 15માં નંબર પર આવી ગયું છે. છેલ્લા ત્રણ દિવસમાં તેમની નેટવર્થમાં 9.4 અરબ ડોલર એટલે કે 69,263 કરોડનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જ તેમની નેટવર્થમાં 33.8 અરબ ડોલરનો વધારો થયો હતો.
અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓના ભાવ ઘટયા
અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓના ભાવ ઘટયા. આ સિલસિલો બુધવારથી શરૂ થયો. અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં 5 ટકા, અદાણી પાવરના શેરમાં 6.65 ટકા, અદાણી પોર્ટ્સના શેરોમાં 7.17 ટકા, અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં 3.10 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં 5.77 ટકાનો ઘટાડો થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર NSDLએ ત્રણ વિદેશી ફંડના અકાઉન્ટ ફ્રિજ કરી દીધા છે. જેની પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાના શેર છે. પણ અદાણી ગ્રુપ દ્વારા આ વાત પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી.
NSDLએ ત્રણ વિદેશી ફંડના અકાઉન્ટ ફ્રિજ કરી દીધા
અદાણી એન્ટરપ્રાઈસ લિમિટેડે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું કે પુરાવા તરીકે અમારી પાસે 14 જુનના રજિસ્ટાર એન્ડ ટ્રાન્સફર એજન્ટનો ઈમેઈલ છે. કંપનીએ કહ્યુ કે આ ઈમેઈલમાં સ્પસ્ટપણે જણાવાયું છે કે ઉપરોક્ત ફંડના શેર જપ્ત કરાયા નથી. મીડિયામાં જાણીજોઈને આવી ખોટી ખબરો ફેલાવાઈ છે.