ગુજરાત

અમદાવાદમાં AMTS અને BRTSના મુસાફરોએ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડશે

અમદાવાદમાં વેક્સિનેશન ઝડપી બની તે માટે અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. વેક્સિન લીધી છે કે નહીં તે અંગેનું ચેકિંગ હાથ ધરાશે. વેક્સિન લીધી છે કે, નહીં તે અંગે AMTS અને BRTSના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવશે. મુસાફરોએ ચેકિંગ કરનાર અધિકારીને વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ બતાવવો પડશે. જે લોકોએ વેક્સિન નથી લીધી તેઓને હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવાની સૂચના આપવામાં આવશે. કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશને આ મહત્વનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, 14 જૂનથી અમદાવાદમાં કોરાનાના કેસ ઘટતા શહેરમાં BRTS અને AMTS બસ સેવાના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા જે 50 ટકા બસો દોડતી હતી તેમાં વધારો કરાયો છે. શહેરમાં AMTSની 600માંથી 575 બસ દોડશે. તો BRTSની 350 બસ દોડશે.

ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં AMTSની 300 અને BRTSની 125 બસો દોડે છે.અમદાવાદ શહેરમાં સતત પોણા ત્રણ મહિના જેટલો સમય બંધ રહ્યાં બાદ AMTS-BRTS બસ ધમધમતી થઈ ગઇ છે. 50 ટકાની ક્ષમતા તેમજ 50 ટકા બસ રોડ પર દોડતી કરવામાં આવી હતી જે ક્ષમતા હવે વધારી દેવામાં આવી છે.

માર્ચ મહિનામાં બંધ કરાઈ હતી સીટી બસ સેવા 

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ વધતા માર્ચ માસમાં તંત્ર દ્વારા બસ સેવાને બંધ કરવામાં આવી હતી.જો કે બસ સેવા શરૂ થતા રોજ અપ-ડાઉન કરતા નોકરિયાત તેમજ મુસાફરોમાં આનંદ જોવા મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x