રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક નું કારણ
નવા આઈટીનિયમોને લઈને ભારત સરકાર અને ટ્વીટર (Twitter) વચ્ચે જંગ ચાલુ છે. આવામાં શુક્રવારે કંપનીએ IT મીનીસ્ટર રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કેટલાક સમય માટે બંધ કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકી કોપીરાઇટ કાનૂન (DMCA, The Digital Millennium Copyright Act)ના ઉલ્લંઘન બદલ રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એકાદ કાલક માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીના ખાતા પર આવો પ્રતિબંધ મૂકવાનો આ પહેલો કેસ છે.
અમેરિકન સોશ્યલ નેટવર્કિંગ કંપનીના આ પગલાની ટીકા કરતા રવિશંકર પ્રધાને તેને મનસ્વી વલણ અને આઇટી નિયમોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે માઇક્રોબ્લોગિંગ સાઇટે નવા આઇટી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે જણાવ્યું કે નવા આઈટી નિયમો હેઠળ કોઈ એકાઉન્ટના યુઝર માટે તેના એકાઉન્ટની એક્સેસ બંધ કરતા પહેલા નોટીસ આપવી જરૂરી છે.
આ પોસ્ટના કારણે એકાઉન્ટ થયું હતું બ્લોક
તમને જણાવી દઈએ કે જે ટ્વીટને લઈને આઈટી મીનીસ્ટરનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું તેમાં બેકગ્રાઉન્ડ એ આર રહેમાનનું એક સોંગ ચાલી રહ્યું હતું. રવિશંકર પ્રસાદે વર્ષ 2017 ની એક પોસ્ટમાં 1971 ના યુદ્ધની જીતની વર્ષગાંઠ પર એક પોસ્ટ મૂકી હતી. ભારતીય સેનાના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મુકેલી આ પોસ્ટમાં એ આર રહેમાનનું સોંગ ‘માં તુઝે સલામ’ હતું. જેના કોપીરાઈટ્સ સોની મ્યુઝીક પાસે છે.
અહેવાલો અનુસાર સોની મ્યુઝિક દ્વારા DMCA નોટિસ ટ્વિટરને (Twitter) મોકલવામાં આવી હતી. સોનીએ ટ્વીટરને ટ્વીટને દૂર કરવા કહ્યું, કારણ કે તેમાં તેમનું ગીત હતું. જે બાદ કેન્દ્રીય પ્રધાનનું ખાતું એક કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. જે પોસ્ટમાં આ સોંગ હતું તે ટ્વીટ પણ દૂર કરવામાં આવ્યું હતું.
એક કલાક બાદ એકાઉન્ટ ફરી શરુ થયું
જોકે બાદમાં ટ્વીટરે (Twitter) જણાવ્યું કે તેમણે રવિશંકર પ્રસાદના એકાઉન્ટની રોક હટાવી લીધી છે. પરંતુ તે ટ્વીટને હટાવી દીધી છે. એકાદ કાલક બાદ આ બ્લોક દુર કરવામાં આવ્યો હતો. પરંતુ ચેતવણી આપવામાં આવી હતી કે ખાતા સામે કોઈ નોટિસ આવે તો તેને ફરીથી બંધ કરી શકાય છે અથવા સસ્પેન્ડ કરી શકાય છે. ટ્વીટર (Twitter) પર પ્રહાર કરતા પ્રસાદે બીજા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કુ પર લખ્યું કે ટ્વિટરની “નિરંકુશ અને મનસ્વી કાર્યવાહીઓ”ને લઈને તેમણે જે કોમેન્ટ્સ કરી હતી તેમાં પર માઇક્રોબ્લોગિંગ સાઇટની આહટ સાફ જોવા મળી રહી છે.
શશી થરુરનું એકાઉન્ટ પણ થયું હતું બ્લોક
પ્રસાદની આ ટિપ્પણી બાદ કોંગ્રેસના નેતા શશી થરૂરે પણ ટ્વિટર પર લખ્યું હતું કે તેમની સાથે કંઈક આવું જ બન્યું હતું. તેમણે લખ્યું, ‘રવિજી, મારી સાથે પણ આવું જ કંઈક થયું હતું. સ્પષ્ટપણે DMCA હાયપરએક્ટિવ થઈ રહ્યું છે. ટ્વિટરે મારું એક ટ્વીટ હટાવ્યું હતું કારણ કે તેના વિડિઓમાં બોનીમ કોપિરાઇટ ગીત ‘રાસપુટિન’ હતું. ‘આઇટી પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે, હું એમ કહી શકું છું કે અમે ટ્વીટર ભારતને પ્રસાદ અને મારું એકાઉન્ટ થોડા સમય માટે સ્થગિત કરવા અને ભારતમાં કાર્ય કરતી વખતે ટ્વીટરના નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવા માટે કહીશું.
રવિશંકર પ્રસાદે ટ્વીટર પર કરી પોસ્ટ
આ વિષય પર રવિશંકર પ્રસાદે ટ્વીટર પર પોસ્ટ કરતા કહ્યું કે, “મિત્રો! આજે કંઈક નવું જ બન્યું હતું, યુએસ ડીજીટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટના કથિત ઉલ્લંઘનના કારણોસર ટ્વીટરે મારું ખાતું લગભગ એક કલાક બંધ રાખ્યું હતું અને બાદમાં તેઓએ મને એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી”.
આઇટી પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ એવા સમયે અવરોધિત થયું હતું જ્યારે યુએસ ડીજીટલ જાયન્ટ ભારતના નવા સોશિયલ મીડિયા નિયમોને લઈને વિવાદમાં છે. નિયમોનું પાલન ન કરવા બદલ સરકારે ટ્વિટરને (Twitter) ઠપકો આપ્યો છે. આને કારણે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ભારતમાં તેની મધ્યવર્તી સ્થિતિ ગુમાવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં તે કોઈ પણ યુઝરની ગેરકાયદેસર પોસ્ટ માટે પોતે જવાબદાર રહેશે.