ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ તેવી શક્યતા
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના(Corona)ના કેસમાં ઘટાડો થયો છે. ગાંધીનગરમાં મનપામાં કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાતા ચૂંટણી(Election)નો માર્ગ મોકળો થયો છે. આ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ શકે તેવી સંભાવના છે.
કોરોના ગાઇડલાઇન અનુસાર સપ્ટેમ્બર માસમાં ચૂંટણી (Election) યોજનાનું આયોજન હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ મહાનગરપાલીકાનું સંચાલન કરવા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. શહેરના 78 ટકા લોકોને વેક્સિનેશન થયાનો તંત્રનો દાવો છે.
નોંધનીય છે કે, આ અગાઉ એપ્રિલ માસના ત્રીજા કે ચોથા સપ્તાહમાં ગાંધીનગર મનપાની ચૂંટણીનું આયોજન હતું. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ ચૂંટણી મોફુક રાખવામાં આવી હતી. 11 વોર્ડ માટે ગાંધીનગર મહાનગરપાલીકાનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ગામોના સમાવેશના નવા સીમાંકન બાદ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગરના 8 વોર્ડ માં 23 આપના ઉમેદવારો ચૂંટણી પણ લડવાના હતા.