ગાંધીનગરની સંસ્થા દ્વારા વાવોલ ખાતે વડ, પીપળ જેવા દેશી કુળના વૃક્ષ વાવવાનું કામનો પ્રારંભ કરાયો
ગાંધીનગર :
વિશ્વ સમુદાયને જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા અને ભારત દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને પર્યાવરણ બચાવવાના અને નદી, તળાવ – સરોવરને પુનઃજીવિત કરવા અને કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા અને મનુષ્યને આરોગ્યપ્રદ ખોરાક મેળવવા અને પશુ – પક્ષીઓના રહેવાની વ્યવસ્થાના ઉમદા હેતુથી ગાંધીનગરનાં વાવોલ ગામ ખાતે આજરોજ તા. 25/06/2021 રવિવારના દિવસે શૈલેષભાઈ પટેલના સહયોગથી વડ, પીપળ જેવા દેશી કુળના વૃક્ષ વાવવાનું કામ પ્રારંભ કરવામાં આવ્યું છે જેથી દરેક પર્યાવરણ પ્રેમીઓનો આ મહાન કાર્યમાં સાથ સહકાર અને કાર્યમાં સહયોગ આપવા માટે સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંસ્થાના પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા પરિવાર માટે દુનિયાની મોંઘાંમાં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણથી બચાવવી જ પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇને પર્યાવરણને બચાવવા માટે એક પ્રયાસ કરીએ અને વૃક્ષો વાવો જીવન બચાવો.