ગુજરાત

મોટા શહેરોને માત આપી સુરતે માર્યું મેદાન : દેશના 100 સ્માર્ટ સિટીના રેન્કિંગમાં સુરત સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે

25મી જૂને સ્માર્ટ સિટી મિશનનો સ્થાપના દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ એર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ એર્બન અફેર્સ મંત્રી હરદીપસિંઘ પુરીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

દેશના 100 સ્માર્ટ સિટીના રેન્કિંગ જાહેર કરાયા
વર્ષ 2020ના પરિણામાં પ્રમાણે સુરતને સિટી એવોર્ડ, રાઉન્ડ 1ની ‘બેસ્ટ પર્ફોમિંગ સિટી તેમજ 4 પ્રોજેક્ટ માટે એવોર્ડ મળ્યા હતા. વધુમાં ક્લાઈમેટ સ્માર્ટ સિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક અને ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કનાં પરિણામો પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પણ સુરત શહેરને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.

અલગ અલગ થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ

સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં 4 કેટેગરીમાં સુરત પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, દેશની 100 સ્માર્ટ સિટીમાં જુદી જુદી થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ મળ્યો છે, જુદી-જુદી 9 કેટેગરીમાં પર્ફોમન્સના આધારે રેન્કિંગ ક્રમાંક જાહેર કરવામાં આવે છે જેમાં સુરત શહેર પ્રથમ સ્થાને આવતા સુરતવાસીઓમાં આંદનની લહેર જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં સુરત સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને છે. ક્લાઈમેટ સ્માર્ટ સિટી ફ્રેમ વર્કમાં પણ સુરત અગ્ર સ્થાને છે તેમજ ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટમાં પણ બેસ્ટ કામગીરીનો એવોર્ડમાં પણ સુરત સ્થાન પામ્યું છે. કેન્દ્ર સરકારના અર્બણ ડેવલપમેન્ટ વિભાગે આ જાહેરાત કરી છે

ક્લાઇમેટ સ્માર્ટ સિટી ફ્રેમ વર્કમાં પણ સુરતને મળ્યો એવોર્ડ

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત સ્મેક સેન્ટર, આઈટીએમએસ, એએફસીએસ, સુરત મની કાર્ડ, સ્કાડા, એનર્જી જનરેશન, ટેરેટરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એઆઈસી સુરતી લેબ, મોડલ રોડ, સુમન આઈ, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, સોલાર-વીન્ડ પાવર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા મહત્ત્વના પ્રોજેક્ટોનું સફળતાપૂર્વક અમલ કરવા બદલ સુરતને સ્માર્ટ સિટીઝ મિશનના પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે દેશનાં તમામ 100 સ્માર્ટ સિટીઓમાં બેસ્ટ

પર્ફોમન્સ માટે સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં સતત 3 વર્ષથી સુરત પ્રથમ સ્થાને

પ્રોજેક્ટ એવોર્ડ અંતર્ગત તમામ 100 સ્માર્ટ સિટી પાસેથી ગવર્નન્સ, બીલ્ટ એન્વાયરમેન્ટ, સોશિયલ આસ્પેક્ટ, કલ્ચર, ઈકોનોમી, અર્બન એન્વાયરમેન્ટ, મોબિલિટી, સેનિટેશન, વોટર જેવી 9 અર્બન થિમ અંતર્ગત પ્રોજેક્ટોનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતું. જે પૈકી સુરત સ્માર્ટ સિટીના 4 પ્રોજેક્ટને એવોર્ડ મળ્યા છે. વધુમાં પ્રથમ રાઉન્ડમાં પસંદ થયેલાં 20 શહેરના પર્ફોમન્સમાં પણ સુરત શહેરને બેસ્ટ સિટીનો પ્રથમ ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x