ગુજરાત

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ મળી, માર્કસ જોયા બાદ વિદ્યાર્થીઓની મિશ્ર પ્રતિક્રિયા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે(GSEB)મંગળવારે રાત્રે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું હતું. કોરોના કાળમાં તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેના પગલે આજે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થી(Student)ઓના હાથમાં માર્કશીટ(Marksheet)આવી હતી. લગભગ બધા જ વિદ્યાર્થીઓ પોતાના આ પરિણામથી ખુશ છે. પરંતુ સાથે કેટલાંક વિધાર્થીઓ એમ પણ માની રહ્યા છે કે જો પરીક્ષા લેવાઈ હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત.

માર્કશીટમાં ક્યાંય પણ માસ પ્રમોશન નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

ધોરણ 10 બોર્ડ(GSEB) માં આઠ લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે, જોકે અગાઉ થયેલા વિવાદને જોતા માર્કશીટમાં ક્યાંય પણ માસ પ્રમોશન નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ “qualified forsecondary school certificate”લખવામાં આવ્યું છે. જુલાઈના બીજા અઠવાડિયા સુધીમાં શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ધોરણ-10 બોર્ડની માર્કેટની હાર્ડ કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ આગળ ભણીને ડોકટર, એન્જિનિયર બનવા માટે તૈયારી કરશે

ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ રોજના પાંચ કલાક કે તેથી વધુ સમય આપીને બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરતા હતા. પરંતુ કોરોના મહામારીના આ સમયગાળામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમ છતાંય વિદ્યાર્થીઓ આગળ ભણીને ડોકટર, એન્જિનિયર બનવા માટે તૈયારી કરશે.

ધોરણ ૧૦ની પ્રથમ કસોટીના આધારે મુલ્યાકન કરી ગ્રેડ આપવામાં આવ્યા હતા

કોરોના મહામારીને કારણે ઘરમાં રહીને પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે તૈયાર હતા અને આગળ પણ તૈયાર છે. કોરોના મહામારીનો આ સમયગાળો વિદ્યાર્થીઓને પણ ઘણું બધું શીખવી ગયો છે.શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા જાહેર કરાયેલી એસેસમેન્ટ પદ્ધતિ મુજબ શાળા દ્વારા ધોરણ ૯ની પ્રથમ અને બીજી કસોટી અને ધોરણ ૧૦ની પ્રથમ કસોટીના આધારે મુલ્યાકન કરી ગ્રેડ આપવામાં આવ્યા હતા અને તેના આધારે ધોરણ ૧૦નુ પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યુ  હતું. જે  બોર્ડની વેબસાઈટ પરથી શાળાએ ડાઉનલોડ કરીને વિધાર્થીઓને આપ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x