આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

વેક્સિન લેવા લાઈનમાં ઊભા રહીને જુઓ શું તકલીફ આવે છે : મંત્રીઓને PM મોદીની સૂચના

PMએ મંત્રીઓને કહ્યું કે રસીકરણના કામમાં લાગો

PM નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રિપરિષદની બેઠકની અધ્યક્ષતા કરી.  બેઠકમાં દેશમાં કોવિડની સ્થિતિ, શક્ય ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારી અને કોરોનાના રસીકરણને લઈને ચર્ચા કરી. જેમાં PMએ મંત્રીઓને કહ્યું કે રસીકરણના કામમાં લાગો.પીએમે ફરી એક વાર રસીકરણ પર કેબિનેટ બેઠક કરી ચર્ચા કરી. પીએમએ મંત્રીઓને કહ્યું કે રસીકરણના કામમાં લાગો. લાઈનમાં ઉભા રહીને જોવો લોકોને શું સમસ્યા આવી રહી છે. સાથે આના પર સરકાર સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થવા પર મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી મંત્રીઓની સાથે ચર્ચા કરી.

રસીકરણને લઈને પ્રેજન્ટેશન આપવામાં આવ્યુ

બેઠકમાં રસીકરણને લઈને પ્રેજન્ટેશન આપવામાં આવ્યુ. અત્યાર સુધી કેટલા લોકોને રસી લાગી ચૂકી છે અને આવનારા મહિનામાં કેવી રીતે રસી લગાવી શકાય છે. જેની ડિટેલ જાણકારી આપવામાં આવી છે. મંત્રીપરિષદને પીએમએ કહ્યુ કે પોતાના લોકસભા વિસ્તારમાં જાવ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સાથે સાથે માસ્ક પણ લગાવો. પોત પોતાના ક્ષેત્રમાં લોકોને માસ્ક લગાવવાનું કહેવામાં આવ્યું. એવું ન માનવું જોઈએ કે કોરોના ખતમ થઈ ગયો છે.

પીએમએ કહ્યું કે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોવિડની ત્રીજી લહેર ન આવે. પીએમે મંત્રીઓના કામને જનતા સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો વધારે સારો ઉપયોગ કરવાની સલાહ આપી. સરકારના કામો અને યોજનાઓને જનતાને જણાવો.

પીએમે કહ્યું 75માં સ્વતંત્રતા દિવસને યાદગાર બનાવવા માટે સૂચનો આપો

PMએ કહ્યું કે 75માં સ્વતંત્રતા દિવસને કેવી રીતે યાદગાર બનાવી શકાય? તેને લઈને સારા સૂચનો મોકલો. સરકારની ગરીબી કલ્યાણ યોજનાઓને વધારેમાં વધારે લોકોને કેવી રીતે ફાયદો મળે તેના પર કામ કરો. પીએમે તમામને સલાહ આપી કે જે યોજનાઓના શિલાન્યાસ આપણે કર્યા છે તેના ઉદ્ધાટન પર આપણે કરીએ તેને ધ્યાનમાં રાખી કામ કરો.  ઉલ્લેખનીય છે કે ગત એક મહિનામાં આ ત્રીજી બેઠક છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x