ગુજરાત હાઇકોર્ટમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે
ગુજરાત હાઇકોર્ટમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઇ ગઇ છે. કોરોના અંગેની ગાઈડલાઈન સાથે કોર્ટ કાર્યવાહી આજથી ફરી પૂર્વવત થઇ ગઇ છે. હાઇકોર્ટમાં પ્રવેશ કરનાર વ્યક્તિની થર્મલ ગનથી તપાસ કરવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિએ હાઇકોર્ટમાં કોવિડ ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માગ કરી હતી. કોરોનાને લીધે ઘણાં લાંબા સમયથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હતી. હાઇકોર્ટ દ્વારા ઓનલાઇન સ્ટ્રીમિંગ પણ શરૂ રાખવામાં આવશે. હાઇકોર્ટના આઈ.ટી. વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.