૨૦૧૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર સામે રજૂ કરેલ ૧૦૯ પડતર પ્રશ્નો પૈકીના ૬૪ પ્રશ્નો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી થયા એટલે હલ થયા વિના જ દૂર કરાયા. : પરેશ ધાનાણી
ગાંધીનગર
9, માર્ચ 2018
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી ધાનાણીએ સામાન્ય વહીવટ વિભાગની માંગણીઓની ચર્ચામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નિર્ણયોની અનિર્ણાયકતાના કારણે રાજ્ય પોલીસી પેરાલીસીસનો ભોગ બન્યુ હોય એવી સ્થિતિનો સામાનો સમગ્ર ગુજરાત કરી રહયું છે. તેઓ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ ઉપર નિશાન સાધતાં જણાવ્યું હતું કે મંત્રી પરિષદનાં સભ્ય હોવા છતાં પહેલી જ મંત્રી પરિષદની મિટિંગમાં શું કામ ઉપસ્થિત ન રહયા. તેવા સવાલ બાદ શ્રી મોદીજી ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે, શ્રી મોદીજી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા કેન્દ્ર સરકારને વિવિધ સવાલો-પ્રશ્નો કરતા હતા. સામાન્ય વહીવટ વિભાગનાં ફેબ્રુઆરી-ર૦૧૩માં પ્રકાશિત થયેલ કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતનાં અગત્યનાં પ્રશ્નોની બુક બહાર પાડવામાં આવી, તે બુકમાં ૧૦૯ જેટલા પ્રશ્નો ર૦૧૪ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી મોદી સાહેબે ભારત સરકારની સામે કર્યા હતા, આ પ્રશ્નોનાં કારણે ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું એથી માનનીય મોદી સાહેબ વડાપ્રધાનની ખુરશી પર બિરાજમાન થઈ ગયા પરંતુ તે સવાલો વાળા પ્રશ્નો વડા પ્રધાન બન્યા પછી કેમ ભુલાઈ ગયા ? ૪૮ મહિનાનાં મોદીજી શાસન કરે છે છતાં બધા પ્રશ્નો કેમ ગાયબ થયા ?
શ્રી ધાનાણીએ ગુજરાતની જનતા એ સવાલોનાં જવાબો જાણવા માંગે છે.જણાવીને તે મુદ્દા કૃષિ અને સહકાર વિભાગનાં પ્રશ્નમાં આંતર રાષ્ટ્રીય વિમાની મથક અમદાવાદ ખાતે તાજાફળ, શાકભાજી, પ્રોસેસ્ડ ફુડ અને અન્ય કૃષિ ખાઘ પદાર્થોની નિકાસ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે કારગો બનાવવા માટે એન.ઓ.સી. માંગ્યુ હતું. તે પ્રશ્ન હલ થયો ? નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે, પશ્ચિમ ગુજરાત રેલ્વેનું વડુમથક અમદાવાદ હોવુ જોઈએ, આદિવાસી યુનિવર્સિટી, સર્વશિક્ષા અભિયાનમાં ભારત સરકારનો હિસ્સો, ૧૩માં નાણા પંચની ૧૦૦ ટકા લોકફાળાનો હિસ્સો ગણવા, હાઈસ્પીડ રેલ્વે પ્રોજેકટ-અમદાવાદ-મુંબઈ, પુના કોરીડોર, ગીરનાં જંગલ ફરતે રીંગ રોડ, પર્યાવરણની પરવાનગી માટે સત્તાનું કેન્દ્રીકરણ-રાજ્ય પર્યાવરણ અસર મુલ્યાંકન સત્તામંડળ, સમુદ્રતટીય નિયમન ઝોન વિસ્તારમાં ખાણ પ્રવૃત્ત્િાનાં નિયંત્રણમાં છુટછાટ, ઓછા અને મધ્યમ ધોરણવાળા વિસ્તાર માટે સી.આર.ઝેડની મંજુરી, હજીરા ખાતે કોસ્ટગાર્ડ સ્ટેશન સ્થાપવા, કોસ્ટલ પોલિસીંગ ઈન્સ્ટીટયુટની સ્થાપના, જી.એમ.ડી.સી.ને કચ્છમાં ૧૦ વિસ્તારોમાં બોકસાઈટ માઈનીંગ લીઝવાળા પ્રશ્નો યુ.પી.એ. સરકાર સામે મોદી સાહેબે રજુ કર્યા હતા. તે પોતે વડાપ્રધાન બન્યા બાદ આ પ્રશ્નો કયાં ગયા ?
શ્રી ધાનાણીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, ગુજરાતને સિંધુ બેઝીનનું પાણી, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-ર૦૧૧, બંદરો બાબતની પ્રતિબંધિત જોગવાઈમાં સી.આર.ઝેડની પ્રતિબંધિત જોગવાઈઓ ઉઠાવવા, રાજ્યમાં રપ નવી ટ્રેનો શરૂ કરવા અને ૧ર ટ્રેનોની ફ્રીકવન્સી વધારવા અને રૂટ લંબાવવા, ૧૪ નવી રેલ્વે લાઈનોનો વિકાસ કરવા, ૮નું ગેઝ કન્વર્ઝન કરવા માટે, ૧૭ રેલ્વે લાઈનો ગેઝ રૂપાંતર માટે, સરદાર સાહેબનાં જન્મ સ્થળ કરમસદ શહેરનો જે.એન.એન.યુ.આર.એમ.માં સમાવેશ કરવા, મનરેગાની જેમ શહેરી રોજગાર બાંહેધરી યોજના, અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આવેલી રેલ્વે કોરીડોરની ઓછી વપરાશવાળી જમીનોને મેટ્રો પ્રોજેકટ માટે વાપરવા, સ્વસહાય જુથોનાં મહિલા સભ્યો માટે સુચિત ધિરાણમાં પ૦ હજાર સુધી કેશ ક્રેડીટ, નેશનલ રૂરલ લાઈવલી વુડ મીશનની અંદર કેન્દ્ર અને રાજ્યનો ૭પઃરપ ની ફન્ડીંગ પેટર્ન, નેશનલ અર્બન હેલ્થ મીશનની અંદર શહેરી વિસ્તારમાં આરોગ્ય માળખુ સુવ્યવસ્થિત કરવા ગુજરાતને નેશનલ અર્બન હેલ્થ મીશન આપવા, અને ગુજરાતમાં મેટ્રો હજી ઠેકાણે નથી પડી અને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવા માટે ભારત સરકાર પાસે માંગણીઓ કરી હતી. તે વડાપ્રધાન બન્યા પછી આ ગુજરાત હિતના પ્રશ્નો કેમ ભુલાઈ ગયા છે.
શ્રી ધાનાણીએ યાદી આગળ વધારતા જણાવ્યું કે, ફેફસાનાં રોગોની સારવાર કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પીટલ, નરોડા-અમદાવાદ ખાતે નવી મેડીકલ કોલેજ ચાલુ કરવા માટે માંગણી કરી, રેલ્વે હોસ્પીટલ અમદાવાદમાં નવી મેડીકલ કોલેજ ચાલુ કરવા, લેકટો પાઈરોસીસ એડવાનસ રીસર્ચ માટેનું કેન્દ્ર સ્થાપવા, કેરોસીનનો જથ્થો કેન્દ્ર સરકાર તરફથી ઓછો ફાળવાય છે તો કેરોસીનનો જથ્થો વધારવા માટે માંગણી કરી હતી એના બદલે કેરોસીનનો જથ્થો દિનપ્રતિદિન શું કામ ધટી રહ્યો છે.
શ્રી ધાનાણીએ વર્ષ-ર૦૧૩ની સામાન્ય વહીવટ વિભાગની બુક જેમાં ગુજરાતનાં કેન્દ્ર સરકાર સામે ૧૦૯ પ્રશ્નો દર્શાવ્યા હતા, ર૦૧પની બુકમાંથી ૬૪ પ્રશ્નોનો હલ ન થયો પણ પ્રશ્નોને યાદીમાંથી જ હટાવી દેવામાં આવ્યા છે. આ આ આヘર્યજનક ધટના નથી ? તેમ જણાવી ઉમેર્યુ હતું કે આ ગુજરાતની ભૂમિ છે. સમગ્ર એશીયાની અંદર સિંહોની ગર્જના કરનારી ભૂમી છે. આ ગુજરાતનાં સિંહો જે ર૦૧૪ પહેલા ગાંધીનગરની અંદર ત્રાડો નાખી અને હકક માટે અવાજ ઉભો કરી શકતા હતા તો આ દિલ્હીની ધરતી ઉપર એવો તો કયો પ્રભાવ છે કે જે ગાંધીનગરની ભૂમિમાં સિંહો ત્રાડ નાખતા હતા એ દિલ્હીની ભૂમીમાં દિલ્હીના દરબારની અંદર જઈને બકરી બની ગયા તેવા વ્યંગ પણ કર્યા હતા. અને ગુજરાત સરકાર પાસે સ્પષ્ટતા રાજ્યની જનતાની જાણ માટે માંગી હતી.