શું આજે પારુલ યુનિવર્સિટીના દુષ્કૃત્ય કેસમાં ડો.જયેશ પટેલને મળશે વચગાળાની જામીન?
દુષ્કૃત્ય કેસમાં ડો.જયેશ પટેલે હાઇકોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માગ્યાં છે. જેની સુનાવણી આજે મંગળવારે હાઇકોર્ટમાં થનાર છે. પારુલ યુનિ.ની નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કૃત્ય કરવાના કેસમાં ડો.જયેશ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો. આ સંદર્ભે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૧મી જુલાઇએ થનારી સુનાવણી તા.૨૬મી જુલાઇ પર મુલતવી થઇ હતી. ૨૭મી જુલાઇએ ડો.જયેશ પટેલના સ્પેક્ટ્રોગ્રાફી કેસની સુનાવણી થનાર છે.
સયાજીમાં ડો.જયેશના ટેસ્ટ કરાયા
ર્નિંસગની વિર્દ્યાથિની સાથેના દુષ્કર્મ કેસનાં આરોપી ડો.જયેશ પટેલના વિવિધ ટેસ્ટ આજે કરવામાં આવ્યા હતા. ડો.જયેશ પટેલે છાતીમાં ગઇકાલે દુઃખાવાની ફરિયાદ કરતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેના ઇસીજી, ટ્રોપોનિન અને સુગર લેવલ માટેનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઇસીજી થોડો અસાધરણ હોવાનો રિપોર્ટ આવ્યો છે. જયારે જેલમાંથી સયાજી હોસ્પિટલમાં આવ્યા ત્યારે સુગર લેવલ ૩૬૦એમ.જી હતુ.જયારે હવે સુધારો થતા ૧૭૦ એમ.જી છે. ટ્રોપોનીન ટેસ્ટના રિપોર્ટ હજી આવવાનો બાકી છે.