રાજકોટ ભાજપ અગ્રણી સીમા જોષીના પતિ અને જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલકે ૨ છાત્રા સાથે કર્યું ગંદુ કામ, પોક્સોનો ગુનો દાખલ
રાજકોટ :
રાજકોટમાં નવી મેંગણી ગામે શાળામાં સંચાલક તરીકે અને જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અગ્રણીનાં પતિએ શાળામાં અભ્યાસ કરતી 2 છાત્રાઓને છેડતી કરતાં હોવાની ફરિયાદ ભોગ બનનારના પરિવારજનો કરતાં આરોપી વિરુદ્ધ પોલીસે પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસનાં PSI કે.કે.જાડેજાએ આ મામલે ભોગ બનનાર છાત્રાની માતાની ફરિયાદ પરથી શાળા સંચાલક દિનેશ સામે પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી SC ST સેલના DYSP મહર્ષિ રાવલ આગળની તપાસ હાથ ધરી છે. જોકે આરોપી દિનેશ જિલ્લા ભાજપ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં આગેવાન સીમાબેન જોષીનાં પતિ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્યના એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, આરોપી દિનેશ નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનદીપ શાળાનાં સંચાલક તરીકેની ફરજ દરમિયાન શાળાની સગીર વયની બે છાત્રાઓને જાતિય સતામણી કરતી હોવાની કરિયાદ પરિવારજનોએ કરતા આરોપી વિરુધ્ધ IPC કલમ 354 એ(1) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 10 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(F)(W) મુજબ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બન્ને છાત્રાઓને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બંને નવી મેંગણીમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. ગત તા.9 સપ્ટેમ્બરથી તા.1 ઓક્ટોબર સુધીમાં છ વખત અલગ અલગ રીતે બોલાવી વિધાર્થિનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવીને અશ્લિલ હરકતો કરી હતી.