ચૂંટણીઓ બાદ જનતાને મોટી ગિફ્ટ!…LPG સિલેન્ડરના ભાવમાં આટલા રૂપિયાનો વધારો થયો…
ઘરેલૂ એલપીજી સિલિન્ડર ફરી એક વખત મોંઘો થયો છે. 6 ઓક્ટોબર બુધવારે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓક્ટોબરના રોજ માત્ર 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-મુંબઈમાં સબસિડી વગરના ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે.
કોલકાતામાં 926 અને ચેન્નાઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર હવે 915.50 રૂપિયામાં મળશે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને જોતા આશંકા છે કે આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી પણ આગળ વધી જશે.